BOB Digital Pre-Approved Personal Loan | શું તમે લોનની શોધમાં છો? તો અમે આ આર્ટીકલમાં બેંક ઓફ બરોડાની લોન વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. બેંક ઓફ બરોડા દ્વારા BOB Digital Pre-Approved Personal Loan આપવામાં આવે છે. આ એવી લોન છે જેમાં તમે ઓનલાઈન પ્રોસેસ કરીને સીધી તમારા બેંકના ખાતામાં જ લોનની રકમ મેળવી શકો છો.
BOB Digital Pre-Approved Personal Loan થકી ₹5 લાખ સુધીની લોન મળવાપાત્ર છે. જો તમે આ લોન લેવા માટે ઈચ્છતા હોવ તો આ આર્ટિકલને છેલ્લી સુધી વાંચો. અહીં અમે બેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોન વિશેની માહિતી, જેમ કે પાત્રતા, લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, મળવાપાત્ર લોન, વ્યાજ દર વગેરે ની માહિતી આપી છે.
BOB Digital Pre-Approved Personal Loan Benefits | ફાયદા
- No Prepayment Charges (Floating Rate): ફ્લોટિંગ રેટના વ્યાજના કિસ્સામાં લોનની પૂર્વ ચુકવણી માટે કોઈ શુલ્ક લાગુ કરવામાં આવતો નથી, જે તમને લોનની વહેલા ચુકવણી કરવાની રાહત આપે છે.
- Direct Disbursement: એકવાર લોન મંજૂર થઈ ગયા પછી, લોનની રકમ સીધી તમારા બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. જેને લોનની ખૂબ જ ઝડપી જરૂર છે તેમના માટે આ એક ફાયદારૂપ બની શકે છે.
- Attractive Interest Rates: આ પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોનના વ્યાજદર બીજી ઘણી બધી લોનની સરખામણીએ ઓછો છે.
- Paperless Process: લોનની અરજીથી લઈને ફોર્મ ભરવા સુધીની બધી જ પ્રક્રિયા ઓનલાઈન છે. જેથી કોઈ કાગળિયા કરવાની જરૂર નથી.
BOB Digital Pre-Approved Personal Loan ની વિશેષતાઓ
- પ્રકાર: પ્રિ-એપ્રૂવ્ડ માઇક્રો પર્સનલ લોન અને પ્રિ-એપ્રૂવ્ડ મીની પર્સનલ લોન.
- લોન લેવાનો હેતુ: આ લોનનો ઉપયોગ કોઈ પણ ઉદ્દેશ માટે થઈ શકે છે, પરંતુ આટલામાં વાણિજ્યિક કાર્ય (speculation) માટે નહીં.
- મળવાપાત્ર લોનની રકમ: પ્રિ-એપ્રૂવ્ડ માઇક્રો પર્સનલ લોન માટે 50,000 રૂપિયાની મર્યાદા અને પ્રિ-એપ્રૂવ્ડ મીની પર્સનલ લોન માટે 50,000 રૂપિયાથી 5,00,000 રૂપિયા સુધી.
- ચુકવણી સમય: પ્રિ-એપ્રૂવ્ડ માઇક્રો પર્સનલ લોન માટે 9 થી 18 મહિના અને પ્રિ-એપ્રૂવ્ડ મીની પર્સનલ લોન માટે 18 થી 36 મહિના.
- વ્યાજ દર: પ્રિ-એપ્રૂવ્ડ માઇક્રો પર્સનલ લોન માટે વ્યાજ દર 11.75% થી 16% પ્રતિ વર્ષ.
- પ્રોસેસિંગ ફી: Rs. 1,000 થી 10,000 ની વચ્ચે.
- અન્ય ચાર્જીસ: સ્ટેમ્પ ડ્યૂટી રાજ્યના નિયમો મુજબ.
- પ્રી-ક્લોઝર ચાર્જીસ: કોઈપણ નથી.
- પેનલ્ટી વ્યાજ: વલણ થયેલ રકમ પર 2% દંડ વ્યાજ.
BOB Digital Pre-Approved Personal Loan Eligibility Criteria | લોન મેળવવા માટે પાત્રતા
આ લોન મેળવવા માટે નીચે પ્રમાણેની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.
કોને મળશે આ લોન ?
- Salaried Individuals : જેમની પાસે એક નોકરી હોય તેવા વ્યકિત
- Self-employed Individuals : સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો જેમ કે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ. વીમા એજન્ટો અને સ્વ-રોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ.
નોંધ : NRIs અને સ્વસહાય જૂથો (SHG) આ લોન માટે પાત્ર નથી. સહ-અરજદારોને પણ મંજૂરી નથી.
ઉંમર કેટલી હોવી જોઈએ?
લોન માટે અરજી કરતી વખતે લઘુત્તમ 21 વર્ષ અને કાર્યકાળના અંતે મહત્તમ વય 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
CIBIL Score કેટલો હોવો જોઈએ?
આ લોન મેળવવા માટે તમારો CIBIL સ્કોર 701 થી વધુ હોવો જોઈએ.
BOB Digital Pre-Approved Personal Loan Interest Rates | વ્યાજ દર
Fixed Rate of Interest (ROI) | ફિક્સ વ્યાજદર
Conditions | Applicable Rate of Interest | Effective Rate of Interest |
---|---|---|
Rate of Interest (based on CIBIL Score and internal score) | Min: 1 Year MCLR+SP+3.80 Max: 1 Year MCLR+SP+7.30 | From 13.00% to 16.50% |
Floating Rate of Interest (ROI) | ફ્લોટિંગ વ્યાજ દર
Conditions | Applicable Rate of Interest | Effective Rate of Interest |
---|---|---|
Rate of Interest (based on CIBIL Score and internal score) | Min: BRLLR+SP+3.50 Max: BRLLR+SP+7.00 | From 12.90% to 16.40% |
ખાસ નોંધ : વ્યાજ દર 11.75% થી 16% વર્ષે, લોનની રકમ, સિબિલ સ્કોર અને આંતરિક સ્કોરના આધારે.
BOB Digital Pre-Approved Personal Loan Charges | ચાર્જસ
- Unified processing charges: પ્રી-એપ્રૂવ્ડ માઇક્રો પર્સનલ લોન માટે શૂન્ય અને પ્રી-એપ્રૂવ્ડ મિની પર્સનલ લોન માટે લોન રકમના 2% + લાગુ પડતો જીએસટી (રૂ. 1,000 થી રૂ. 10,000 વચ્ચે).
- સ્ટામ્પ ડ્યુટી: રાજ્યના નિયમો અનુસાર.
- પ્રિ-ક્લોઝર ચાર્જીસ: શૂન્ય.
- પેનલ વ્યાજ: 2% ડ્યુટી રકમ પર/કાયદાઓ અને શરતોના અમલમાં ન આવી હોય ત્યારે લાગુ પડે છે.
શા માટે BOB Digital Pre-Approved Personal Loan લેવી ?
- જ્યારે તમારે તાત્કાલિક પૈસાની જરૂર હોય ત્યારે આ લોન મદદરૂપ થાય છે.
- આ લોનની રકમ ના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી.
- સમગ્ર પ્રક્રિયા પેપરલેસ છે
- લોનના પૈસા સીધા જ ખાતામાં
- કોઈ પ્રીપેમેન્ટ શુલ્ક સામેલ નથી
- બેંક સ્ટેટમેન્ટ અને આવકવેરા રિટર્ન જેવા આવકના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નથી.
- પૂર્વ-મંજૂર લોન સામાન્ય રીતે બેંકો દ્વારા ઉધાર લેનારના ખાતામાં થોડી મિનિટોથી થોડા કલાકોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
BOB Digital Pre-Approved Personal Loan documents | જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે આ લોન લેવા માંગતા હોવ તો નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
- મોબાઇલ નંબર.
- આધાર કાર્ડ (મોબાઈલ નંબર સાથે લિંક કરેલું)
- પાન કાર્ડ
- છેલ્લા 6 મહિનાનું ડિજિટલ બેંક સ્ટેટમેન્ટ અથવા નેટ બેંકિંગ.
- વેબ કેમેરો – ફોટો ક્લિક કરવા અને વિડિયો KYC કરવા માટે
- છેલ્લા 2 વર્ષનું ડિજિટલ ITR રિટર્ન અથવા ITR ઈ-ફાઈલિંગ માટેના id, password (Self – employed માટે)
- છેલ્લા 1 વર્ષ નું ડિજિટલ GST રિટર્ન અથવા GST પોર્ટલ માટેના id, password (Self – employed માટે)
How To Apply For BOB Digital Pre-Approved Personal Loan?
આ લોન લેવા માટે નીચે આપેલ માધ્યમોનો ઉપયોગ કરી શકો છો:
- bob World (Mobile Banking app): Post Log-in & Pre Log-in
- Baroda Connect (Net Banking) : Pre Log-In
- Bank‘s Website
BOB Digital Pre-Approved Personal Loan વિશેની વધુ માહિતી માટે: | અહી ક્લિક કરો |
બીજી લોન માટે: | અહી ક્લિક કરો |
Disclaimer: આ માહિતી 31/10/2024 સુધી સચોટ છે. લોન માટે અરજી કરતા પહેલા, નવી માહિતી માટે ઉપર આપેલ બેંક ઓફ બરોડાની વેબસાઇટની મુલાકાત લો.