પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના અવસર પર મોદી સરકારે 2 મહત્વપૂર્ણ યોજનાઓ લોન્ચ કરી છે. આ પ્રોજેક્ટ્સ અટલ ભુજલ અને અટલ ટનલના નામથી શરૂ કરવામાં આવ્યા છે. આ માટે કેન્દ્ર સરકારે 6000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના આધારે પાણીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અટલ ભુજલ યોજના શરૂ કરવામાં આવશે. આ માટે 5 વર્ષમાં 6000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. જેમાં 3000 કરોડ રૂપિયા વિશ્વ બેંક અને 3000 કરોડ રૂપિયા સરકાર આપશે.
અટલ ભુજલ યોજના શું છે?
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના એ ભાગોમાં ભૂજળ યોજનાને સ્તર પર ઉપર ઉઠાવવાનું છે જેમાં ભૂજળનું સ્તર ઘણું નીચે પહોંચ્યું છે. યોજનાનો હેતુ ભૂજળના પ્રમાણમાં વધારો કરવાનું છે. સાથે જ ખેડૂતોને ફાયદો પહોંચાડવાના હેતુથી પણ આ યોજના કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આવી છે.
આ યોજના થી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે. આ યોજનાના આધારે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ સુનિશ્ચિત કરવા માંગે છે. તેમજ કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ યોજનાથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે.
અટલ ભુજલ યોજના માં કોને મળશે લાભ?
અટલ ભુજલ યોજના લાભ કુલ 6 રાજ્યોને મળશે. જે નીચે મુજબ આપેલ છેઃ
- ઉત્તર પ્રદેશ,
- મધ્યપ્રદેશ,
- ગુજરાત,
- હરિયાણા,
- રાજસ્થાન,
- મહારાષ્ટ્ર.
સરકાર આધારિત આ યોજનાનો લાભ 8350 ગામડાઓને મળશે.
ગુજરાત રાજ્યમાં અટલ ભુજલ યોજના કયા જિલ્લાઓને મળશે?
ગુજરાતના 6 જિલ્લાના કુલ 36 તાલુકા અને 2236 ગ્રામ પંચાયતોને અટલ ભુજલ યોજનામાં ઉમેરવામાં આવી છે. તમે નીચેની યાદી જોઈ શકો છો:
ક્રમ | જિલ્લા | તાલુકા | ગ્રામ પંચાયત |
---|---|---|---|
1 | બનાસ કાંઠા | 9 | 558 |
2 | ગાંધીનગર | 4 | 258 |
3 | કચ્છ | 5 | 219 |
4 | મહેસાણા | 10 | 493 |
5 | પાટણ | 4 | 215 |
6 | સાબર કાંઠા | 4 | 258 |
કુલ | 6 | 36 | 2001 |
ગુજરાત રાજ્યમાં અટલ ભુજલ યોજના માં કેટલા ગામોને લાભ મળશે?
ગુજરાત રાજ્યમાં અટલ ભુજલ યોજનામાં સરકાર આધારિત 2236 ગામડાઓને લાભ મળશે. નીચે આપેલ PDF માં તમારા ગામનું નામ ચેક કરો:
આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.