કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ચોમાસુ સત્રના અંતિમ દિવસે દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન લાવનારા ત્રણ મહત્વના બિલ લોકસભામાં રજૂ કર્યા હતા. વધુમાં નવા કાયદાની જોગવાઈઓ મુજબ દેશદ્રોહ કાયદો ખતમ થઈ જશે, સગીરા પર સામુહિક બળાત્કાર બદલ ફાંસી અપાશે. નવા કાયદાઓમાં મહિલાઓ, બાળકો સામેના ગુનાઓ, હત્યા અને રાજ્ય વિરુદ્ધ ગૂનાને પ્રાથમિક્તા અપાઈ છે.
નવા કાયદા હેઠળ ભારતીય નાગરિકોના રક્ષણની ભાવનાને કેન્દ્ર સ્થાને લવાશે જ્યારે બ્રિટિશ યુગના કાયદામાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે ન્યાયના બદલે સજા આપવા પર વિશેષ ભાર મૂકાયો હતો.
IPC, CRPC અને એવિડેન્સ એક્ટ નાબૂદ, ૩ નવા કાયદા બનશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રજૂ કરેલા ત્રણ નવા કાયદામાં 1860ના ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) 2023, 1973ના ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) 2023 અને 1972ના ઈન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય (બીએસ) 2023ને સ્થાન અપાયું છે. આ ત્રણેય કાયદાને સમીક્ષા માટે સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલાયા છે.
ગૃહમંત્રી અમિત શાહે ત્રણેય બિલ રજૂ કરતા સંસદને જણાવ્યું કે આ નવા બિલ કાયદા બની ગયા પછી દેશમાં રાજદ્રોહ સંબંધિત વર્તમાન કાયદો ખતમ થઈ જશે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે નવા બિલમાં ‘રાજદ્રોહ’ શબ્દનો ભલે ઉપયોગ ના કરાયો હોય, પરંતુ તેના સંબંધિત જોગવાઈઓને થોડાક શબ્દોની ફરેબદલ કરીને જાળવી રખાઈ છે તેમજ તેની વ્યાખ્યાને પહેલાં કરતાં પણ વધુ વ્યાપક બનાવવાની વ્યવસ્થા પણ કરાઈ છે. રાજદ્રોહની કલમના બદલે કમલ ૧૫૦ હેઠળ કામ ચાલશે. આ કલમ હેઠળ આજીવન કેદ અથવા જેલની સજા અપાશે, જેને સાત વર્ષ સુધી વધારી શકાશે અને દંડ પણ થઈ શકશે.
નવા બિલ સંસદ મા રજૂ કરાયા
નવા બિલ મુજબ નવા કાયદા મારફત નાના-મોટા કુલ ૩૧૩ ફેરફાર કરાયા છે. સરકારે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સંપૂર્ણ ફેરફાર કર્યો છે. જે કલમોમાં ૭ વર્ષથી વધુ સજાની જોગવાઈ છે, તેમાં ફોરેન્સિક ટીમ પુરાવા એકત્ર કરશે. કોઈપણ વ્યક્તિની ધરપકડ કરાશે તો પરિવારને તુરંત જાણ કરાશે. વર્ષ ૨૦૨૭ પહેલાં દેશની બધી જ કોર્ટોને કમ્પ્યુટરાઈઝ કરાશે. આરોપ ઘડાયાના ૩૦ દિવસની અંદર ન્યાયાધીશે ચૂકાદો આપવાનો રહેશે. નવા કાયદામાં આજીવન કેદની વ્યાખ્યા બદલાઈ છે. આજીવન કેદને પ્રાકૃતિક જીવન માટે કેદ તરીકે વ્યાખ્યાઈત કરાઈ છે. ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી શકાશે, પરંતુ કેદીએ બાકીનું જીવન જેલમાં જ પસાર કરવાનું રહેશે.
સૂચિત નવા કાયદા હેઠળ અલગતાવાદ, સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓ, અલગતાવાદી પ્રવૃત્તિઓ અથવા ભારતની સંપ્રભુતા અથવા એકતા અને અખંડતાને જોખમમાં નાખનારા કૃત્યોને નવા ગૂના તરીકે વર્ગીકૃત કરાયા છે. ગૃહમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર મોબ લિન્ચિંગ અને સગીરા પર બળાત્કારના કેસોમાં મોતની સજાની જોગવાઈ પણ લાગુ કરશે. નવા બિલમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગૂના, હત્યા અને રાજ્ય વિરુદ્ધ ગૂનાના કાયદાને પ્રાથમિક્તા અપાઈ છે. પહેલી વખત નાના-મોટા ગૂનાઓ માટે અપાતી સજાઓમાં સામુદાયિક સેવાઓનો પણ સમાવેશ કરાયો છે. વધુમાં ગૂનાઓને જેન્ડર ન્યુટ્રલ બનાવાયા છે. સંગઠિત ગુનાઓ અને આતંકી પ્રવૃત્તિઓની સમસ્યાનો અસરકારક રીતે ઉકેલ લાવવા માટે આતંકી કૃત્ય અને સંગઠિત ગુનાઓને નવા ગૂના રૂપે સજાઓ સાથે સામેલ કરાયા છે. અનેક ગૂનાઓમાં સજા અને દંડ વધારવામાં આવ્યા છે.
ત્રણ કાયદાના નવા નામ
જુનુ નામ | નવુ નામ |
ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) 1860 | ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) 2023 |
ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) 1973 | ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) 2023 |
ઈન્ડિયન એવિડન્સ એક્ટ, 1872 | ભારતીય સાક્ષ્ય (બીએસ) 2023 |
આ કાયદા રજૂ કરતાં અમિત શાહે કહ્યું હતું કે, દેશમાં ગુલામીની બધી જ નીશાનીઓ સમાપ્ત કરવાની મોદી સરકારની સંકલ્પના હેઠળ આ ત્રણ બિલ રજૂ કરાયા છે. શાહે દાવો કર્યો કે આ નવા બિલ દેશની ન્યાય વ્યવસ્થાને સામાન્ય લોકો માટે વધુ સરળ બનાવશે. તેમણે ઉમેર્યું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સંપૂર્ણપણે બદલવા પાછળ સરકારનો આશય બધા જ લોકોને મહત્તમ ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાનો છે. વધુમાં બ્રિટિશ યુગના કાયદા લોકોને ન્યાય આપવાના બદલે પોતાનું શાસન જાળવી રાખવા માટે સજા આપવા પર કેન્દ્રિત હતા જ્યારે નવા કાયદાનો આશય કોઈને સજા આપવાનો નહીં, પરંતુ ન્યાય આપવાનો હશે.
મહત્વની લીંક
દેશ ના નવા 3 કાયદાઓ ડાઉનલોડ કરવા માટે નીચે ટેબલમા લિંક આપેલ છે.
ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) 2023 | અહીં ક્લિક કરો |
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) 2023 | અહીં ક્લિક કરો |
ભારતીય સાક્ષ્ય (બીએસ) 2023 | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
- આ પણ વાંચો : નવી સરકારી ભરતીઓ ની માહિતિ જાણવા અહી ક્લિક કરો