BOB Digital Personal Loan | શું તમે લોનની શોધમાં છો? તો અમે આ આર્ટીકલ માં bank of baroda ની લોન વિશેની વાત કરવાના છીએ. Bank of baroda દ્વારા ડિજિટલ પર્સનલ લોન આપવામાં આવે છે. આ એવી લોન છે જેમાં તમે ઓનલાઈન પ્રોસેસ કરીને જ સીધી તમારા બેંકના ખાતામાં જ લોનની રકમ મેળવી શકો છો.
BOB Digital Personal Loan થકી ₹10 લાખ સુધીની લોન મળવાપાત્ર છે. જો તમે આ લોન લેવા માટે ઈચ્છતા હોવ તો આ આર્ટિકલને છેલ્લી સુધી વાંચો. અહીં અમે Bank of baroda Digital Personal Loan વિશેની માહિતી જેવી કે પાત્રતા, લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, મળવાપાત્ર લોન, વ્યાજ દર વગેરે ની માહિતી આપી છે.
BOB Digital Personal Loan Benefits | ફાયદા
- No Prepayment Charges (Floating Rate): ફ્લોટિંગ રેટના વ્યાજના કિસ્સામાં લોનની પૂર્વ ચુકવણી માટે કોઈ શુલ્ક લાગુ કરવામાં આવતો નથી, જે તમને લોનની વહેલા ચુકવણી કરવાની રાહત આપે છે.
- Attractive Interest Rates: આ પર્સનલ લોનના વ્યાજદર બીજી ઘણી બધી લોન ની સરખામણીએ ઓછો છે.
- Paperless Process: લોનની અરજીથી લઈને ફોર્મ ભરવા સુધીની બધી જ પ્રક્રિયા ઓનલાઈન છે. જેથી કોઈ કાગળિયા કરવાની જરૂર નથી.
- Direct Disbursement: એકવાર લોન મંજૂર થઈ ગયા પછી, લોન ની રકમ સીધી તમારા બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. જેને લોનની ખૂબ જ ઝડપી જરૂર છે તેમના માટે આ એક ફાયદારૂપ બની શકે છે.
BOB Digital Personal Loan Features
આ લોનના કેટલાક એવા લક્ષણો નીચે આપેલા છે જે તેને બીજી લોનથી અલગ પાડે છે.
લોનની રકમનો ઉપયોગ: લોનનો સટ્ટાકીય પ્રવૃત્તિઓ સિવાય કોઈપણ હેતુ માટે ઉપયોગ કરી શકાય છે.
મળવા પાત્ર લોનની રકમ:
- ઓછામાં ઓછી મળવાપાત્ર લોન રકમ : ₹50,000
- જેમનુ બેંક ઓફ બરોડાના પહેલેથી જ ખાતું છે તેમને ₹10 લાખ સુધીની લોન મળવા પાત્ર છે.
- જેમણે બેંક ઓફ બરોડા માં નવું ખાતું ખોલાવ્યું છે તેમને ₹5 લાખ સુધીની લોન મળવા પાત્ર છે.
લોન ચુકવણીની મુદ્દત: આ લોનમાં 12 મહિનાથી 60 મહિના સુધીના હપ્તા કરી લોનની ચુકવણી કરી શકો છો.
લોન માટે ઉંમર મર્યાદા : આ લોન ઓછામાં ઓછા 21 વર્ષની ઉંમર વાળા વ્યક્તિને મળશે. લોનની મહત્તમ ઉંમર મર્યાદા પગારદાર વ્યક્તિઓ માટે 58 વર્ષ (લોન કાર્યકાળના અંતે) અને સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે 65 વર્ષ (લોન કાર્યકાળના અંતે) છે.
BOB Digital Personal Loan Eligibility Criteria | લોન મેળવવા માટે પાત્રતા
જો તમે આ લોન મેળવવા માંગતા હોય તો નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.
કોને મળશે આ લોન ?
- Salaried Individuals : જેમની પાસે એક નોકરી હોય તેવા વ્યકિત
- Self-employed Individuals : સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો જેમ કે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ. વીમા એજન્ટો અને સ્વ-રોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ.
નોંધ : NRIs અને સ્વસહાય જૂથો (SHG) આ લોન માટે પાત્ર નથી. સહ-અરજદારોને પણ મંજૂરી નથી.
CIBIL Score કેટલો હોવો જોઈએ?
આ લોન મેળવવા માટે તમારો CIBIL સ્કોર 701 થી વધુ હોવો જોઈએ.
BOB Digital Personal Loan Interest Rates | વ્યાજ દર
Fixed Rate of Interest (ROI) | ફિક્સ વ્યાજદર
Conditions | Applicable Rate of Interest | Effective Rate of Interest |
---|---|---|
Based on CIBIL Score and internal score | Min: 1 Year MCLR + SP + 3.80% Max: 1 Year MCLR + SP + 9.15% | From 13.00% to 18.35% |
Floating Rate of Interest (ROI) | ફ્લોટિંગ વ્યાજ દર
Conditions | Applicable Rate of Interest | Effective Rate of Interest |
---|---|---|
Based on CIBIL Score and internal score | Min: BRLLR + SP + 3.50% Max: BRLLR + SP + 8.85% | From 12.90% to 18.25% |
APR (વાર્ષિક ટકાવારી દર) ન્યૂનતમ 14.38% થી મહત્તમ 23.39% સુધીની છે.
પ્રોસેસિંગ ફી :
લોનની રકમના 2.00% (ન્યૂનતમ રૂ. 1,000/- મહત્તમ રૂ. 10,000/- + GST)
- રાજ્યના અધિકારક્ષેત્ર મુજબ સ્ટેમ્પ ડ્યુટી
Fixed Obligation to Income Ratio (FOIR):
For Salaried Individuals:
Based on Net Monthly Income:
- Up to Rs. 50,000: FOIR 40%.
- Rs. 50,000 to Rs. 75,000: FOIR 45%.
- Rs. 75,000 to Rs. 1,25,000: FOIR 55%.
- Rs. 1,25,000 to Rs. 2,00,000: FOIR 60%.
- Above Rs. 2,00,000 : FOIR 60%
For Self-Employed Individuals:
Based on Gross Monthly Income:
- Up to Rs. 50,000: FOIR 35%.
- Rs. 50,000 to Rs. 75,000: FOIR 40%.
- Rs. 75,000 to Rs. 1,25,000: FOIR 50%
- Rs. 1,25,000 to Rs. 2,00,000: FOIR 55%.
- Above Rs. 2,00,000 : FOIR 60%
BOB Digital Personal Loan ઉદાહરણ
આ લોન માટેનું એક ઉદાહરણ નીચે આપેલું છે, જેથી તમને આ લોન અને વ્યાજ દર વિશે સારી રીતે ખ્યાલ આવે.
ધારોકે, નોકરિયાત ગ્રાહક (Salaried Individual) વાર્ષિક 12.40%ના વ્યાજ દરે 36 મહિનાના સમયગાળા માટે રૂ.1,00,000/-ની ડિજિટલ પર્સનલ લોન લે છે તો,
- ગ્રાહક પાસેથી લોનની રકમના 2% પ્રોસેસિંગ ચાર્જ અને લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે. (રૂ. 1,000/-ની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 2,000 + GSTનો પ્રોસેસિંગ ચાર્જ).
- રૂ.96,640/-ની ચોખ્ખી રકમ ગ્નારાહક ખાતામાં જમા કરવામાં આવશે. લોન માટે કુલ ખર્ચ રૂ. 3,360/-.
- લોન રૂ.3,341/-ની EMI સાથે 36 મહિનામાં ચૂકવવાપાત્ર રહેશે.
- આ લોનનું ચૂકવવાપાત્ર કુલ વ્યાજ રૂ.20,260/- છે અને ચૂકવવાપાત્ર કુલ રકમ રૂ.1,20,260/- છે.
BOB Digital Personal Loan documents
જો તમે આ લોન લેવા માંગતા હોવ તો નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
- મોબાઇલ નંબર.
- આધાર કાર્ડ (મોબાઈલ નંબર સાથે લિંક કરેલું)
- પાન કાર્ડ
- છેલ્લા 6 મહિનાનું ડિજિટલ બેંક સ્ટેટમેન્ટ અથવા નેટ બેંકિંગ.
- વેબ કેમેરો – ફોટો ક્લિક કરવા અને વિડિયો KYC કરવા માટે
- છેલ્લા 2 વર્ષનું ડિજિટલ ITR રિટર્ન અથવા ITR ઈ-ફાઈલિંગ માટેના id, password (Self – employed માટે)
- છેલ્લા 1 વર્ષ નું ડિજિટલ GST રિટર્ન અથવા GST પોર્ટલ માટેના id, password (Self – employed માટે)
How To Apply For BOB Digital Personal Loan?
આ લોન લેવા માટે નીચે આપેલ માધ્યમોનો ઉપયોગ કરી શકો છો:
- bob World (Mobile Banking app): Post Log-in & Pre Log-in
- Baroda Connect (Net Banking) : Pre Log-In
- Bank‘s Website
BOB Digital Personal Loan લોન વિશેની વધુ માહિતી માટે: | અહી ક્લિક કરો |
બીજી લોન માટે: | અહી ક્લિક કરો |