BSNL New Plan : માત્ર 91 રૂપિયાના આ પ્લાનમાં મળે છે 2 મહિનાની વેલીડીટી

BSNL New Plan |  BSNL ને નવો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં માત્ર રૂપિયા 91 નું રીચાર્જ કરાવી મેળવી શકો છો પુરા 2 મહિનાની વેલીડીટી. સસ્તા રીચાર્જ પ્લાન શોધી રહેલા મિત્રો માટે આ પ્લાન વરદાનરૂપ સાબિત થશે.

જુલાઈ મહિનાથી Airtel, Jio અને VI જેવી પોતાના રિચાર્જ પ્લાનમાં 20 થી 25% નો વધારો કર્યો છે, જ્યારે સામાન્ય માણસને રિચાર્જ કરાવવું બહુ મોંઘુ પડે છે. આવા લોકો માટે BSNL New Plan ખૂબ જ મદદરૂપ બનશે.

જો તમે bsnl ના યુઝર છો અને એક સારો પ્લાન શોધી રહ્યા છો કે જે તમને ઓછા પૈસામાં વેલીડીટી આપે. તો આ પ્લાન તમારા માટે જ છે. | BSNL New plan

જે મિત્રો મારી જેમ બે કાર્ડ રાખે છે અને બંને કાર્ડ માં રીચાર્જ કરાવવું મોંઘુ પડે છે, તેમના માટે આ પ્લાન ખૂબ જ સસ્તો પડશે. જેથી તમે તમારો નંબર ઓછા ખર્ચે ચાલુ રાખી શકશો.

91 રૂપિયાના પ્લાનની વિશેષતાઓ | BSNL New Plan 91 Features

BSNL નો આ નવો પ્લાન વપરાશકર્તાઓ ના સીમકાર્ડ ની વેલીડીટીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ પ્લાનમાં Calling કે Internet મળતું નથી પણ સીમ કાર્ડની 2 મહિનાની વેલીડીટી મળે છે.

માન્યતા : આ પ્લાનમાં મળશે માત્ર 91 રૂપિયામાં પુરા બે મહિનાની વેલીડીટી.

કોલ 15p/min : આખા ભારતમાં અમર્યાદિત કોલ કરો 15 પૈસા પ્રતિ મિનિટના દરે.

ડેટા 1p/mb : ઇન્ટરનેટ નો વપરાશ કરો એક પૈસા પ્રતિ એક MB ના દરે.

SMS 25p/SMS: 25 પૈસા પ્રતિ SMS ના દરે પુરા ભારતમાં SMS કરી શકશો.

કયા ગ્રાહકો માટે યોગ્ય ? | BSNL New Plan Suitable For Who?

SIM ચાલુ રાખવા: જે મિત્રો પાસે 2 સિમ કાર્ડ હોય અને માત્ર એક જ સેમ કાર્ડમાંથી કોલ અને ઇન્ટરનેટનો વપરાશ કરતા હોય. પરંતુ બીજું સીમકાર્ડ પણ ચાલુ રાખવું જરૂરી હોય તેમના માટે આ BSNL New Plan થી ઓછા પૈસામાં વધુ વેલીડીટી મેળવી શકાશે.

માત્ર વેલીડીટી માટે: જે ગ્રાહકો માત્ર વેલીડીટી માટે કોઈ પ્લાન શોધી રહ્યા હોય તેમના માટે આ પ્લાન બિલકુલ પરફેક્ટ છે.

પ્લાન ની મર્યાદાઓ| BSNL 91 Plan Limitation

No Unlimited Call: મોટાભાગના પ્લાનમાં આપણને અનલિમિટેડ કોલિંગ મળતું હોય છે પરંતુ આ પ્લાન કોલ રેટ ઓછા કરવા માટે છે.

No Internet: આટલી ઓછી રકમના પ્લાનમાં આમ પણ આપણે Internet ની અપેક્ષા ન રાખી શકીએ.

Leave a Comment

error: Content is protected !!