GSEB દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષા નું ટાઈમ ટેબલ ઑફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. GSEB બોર્ડ દ્વારા આપેલી માહિતી અનુસાર ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચ, 2023 થી શરૂ થશે અને 28 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થશે. તમે બોર્ડ ઓફિસિયલ વેબસાઈટ પરથી ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકો છો
GSEB ધોરણ 10 ટાઈમ ટેબલ 2023
તારીખ | વાર | વિષય અને કોડ તેમજ 10:00 AM થી 01.15 PM |
14 માર્ચ, 2023 | મંગળવાર | ગુજરાતી (પ્રથમ ભાષા) (01)
હિન્દી (પ્રથમ ભાષા) (02) મરાઠી (પ્રથમ ભાષા) (03) અંગ્રેજી (પ્રથમ ભાષા) (04) ઉર્દૂ (પ્રથમ ભાષા) (05) સિંધી (પ્રથમ ભાષા) (06) તામિલ (પ્રથમ ભાષા) (07) તેલગુ (પ્રથમ ભાષા) (08) ઉડિયા (પ્રથમ ભાષા) (09) |
16 માર્ચ, 2023 | ગુરૂવાર | સ્ટાન્ડર્ડ ગણિત (12) |
17 માર્ચ, 2023 | શુક્રવાર | બેઝિક ગણિત (18) |
20 માર્ચ, 2023 | સોમવાર | વિજ્ઞાન (11) |
23 માર્ચ, 2023 | ગુરૂવાર | સામાજિક વિજ્ઞાન (10) |
25 માર્ચ, 2023 | શનિવાર | અંગ્રેજી (16) |
27 માર્ચ, 2023 | સોમવાર | ગુજરાતી (દ્વિતીય ભાષા) (13) |
28 માર્ચ, 2023 | મંગળવાર | હિન્દી (દ્વિતીય ભાષા) (14)
સિંધી (દ્વિતીય ભાષા) (15) સંસ્કૃત (દ્વિતીય ભાષા) (17) ફારસી (દ્વિતીય ભાષા) (19) અરબી (દ્વિતીય ભાષા) (20) ઉર્દૂ (દ્વિતીય ભાષા) (21) હેલ્થકેર (41) બ્યુટી એન્ડ વેલનેશ (42) ટ્રાવેલ ટુરીઝમ (43) રીટેઇલ (44) ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર (49) એગ્રિકલ્ચર (50) અપેરલ મેડ અપ એન્ડ હોમ ફર્નિશિંગ (76) ઓટોમેટિવ (78) ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી (80) |
ખાસ નોધ :
- SSC ધોરણ 10ના તમામ પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે જ્યારે વોકેશનલ કોર્સના વિષય કોડ 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80 વિષયના પ્રશ્નપત્રો 30 (ત્રીસ) ગુણના રહેશે.
- પ્રશ્નપત્રનો સમય 10:00 થી 10:15 કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે તથા 10:15 થી 13:15 કલાક ઉત્તરો લખવા માટે રહેશે. વિષય ક્રમાંક 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80માં 11:15 સુધી લખવા દેવામાં આવશે.
- પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષયકોડ નંબર અવશ્ય લખવો. પરંતુ ઉત્તરવહીનાં મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના સમયના અડધો કલાક અગાઉ હાજર થવાનું રહેશે.
પરીક્ષાર્થીઓ માટે ઉપયોગી સૂચનાઓ
ધોરણ 10 ના પરીક્ષાર્થીઓ માટે ખાસ જરૂરી સૂચનાઓ નીચે આપેલી છે જે ધ્યાન પૂર્વક વાંચીને પરીક્ષા આપવા જવું:
- પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
- પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષષે કોડ નંબર અવશ્ય લખી, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહી.
- પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીયા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
- પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
- પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક જ સમયે (એક જ સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષય વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ હોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- સંબંધિત શાળાનો દ્વારા લેવામાં આવશે. આવી શાળાનો પોતાની શાળાના પરીમાર્થીઓને પુરતા સમય અગાઉ કાર્યક્રમની જાણ કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 13-03-2023 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
- સિંધી ભાષાના પ્રશ્નપત્ર (005) વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે.
- તમામ પ્રવાહોના કમ્પ્યૂટર પરિચય વિષયની પ્રાગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા.13-03-2023 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
આપેલ ટાઈમ ટેબલ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.