Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

GSEB ધોરણ 12 ટાઈમ ટેબલ 2023, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

GSEB દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ના નિયમિત/ રીપીટર ઉમેદવારો માટે  બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ ઑફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યો છે. GSEB બોર્ડ દ્વારા આપેલી માહિતી અનુસાર સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહ ની પરીક્ષા 14 માર્ચ, 2023 થી શરૂ થશે અને 29 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થશે. અને વિજ્ઞાન પ્રવાહ ના નિયમિત/ રીપીટર ની પરીક્ષા 14 માર્ચ, 2023 થી શરૂ થશે અને 25 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થશે. તમે બોર્ડ ઓફિસિયલ વેબસાઈટ પરથી કાર્યક્રમ ડાઉનલોડ કરી શકો છો.

GSEB ધોરણ 12 ટાઈમ ટેબલ 2023

સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહ ના ઉમેદવારો માટે કાર્યક્રમ:

તારીખ અને વાર સમય 10-30 AM થી 1-45 PM સમય 3-00 PM થી 6-15 PM
14-03-2023 મંગળવાર સહકાર પંચાયત (111) નામાનાં મૂળતત્ત્વો (154)
15-03-2023 બુધવાર કૃષિ વિદ્યા (060)
ગૃહજીવન વિદ્યા (068)
વસ્ત્ર વિદ્યા (076)
પશુપાલન અને ડેરી વિજ્ઞાન (080)
વનવિદ્યા અને વનઔષધી વિદ્યા (351)
તત્ત્વજ્ઞાન (136)
16-03-2023 ગુરુવાર ઇતિહાસ (029) આંકડાશાસ્ત્ર (135)
17-03-2023 શુક્રવાર અર્થશાસ્ત્ર (022)
18-03-2023 શનિવાર ભૂગોળ (148) સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજય પત્રવ્યવહાર (337)
20-03-2023 સોમવાર સામાજિક વિજ્ઞાન (058) વાણિજ્ય વ્યવસ્થા (046)
21-03-2023
મંગળવાર
સંગીત સૈદ્ધાંતિક (146) ગુજરાતી (દ્વિતીય ભાષા) (008)

અંગ્રેજી (દ્વિતીય ભાષા (013)

23-03-2023
ગુરુવાર
મનોવિજ્ઞાન (141)
24-03-2023
શુક્રવાર
ગુજરાતી (પ્રથમ ભાષા) (001)
હિન્દી (પ્રથમ ભાષા) (002)
મરાઠી (પ્રથમ ભાષા) (003)
ઉર્દૂ (પ્રથમ ભાષા) (004)
સિંધી (પ્રથમ ભાષા) (005)
અંગ્રેજી (પ્રથમ ભાષા) (006)
તામિલ (પ્રથમ ભાષા) (007)
25-03-2023
શનિવાર
હિન્દી (દ્વિતીય ભાષા) (009)
27-03-2023
સોમવાર
ચિત્રકામ સૈદ્ધાંતિક (137)
ચિત્રકામ પ્રાયોગિક (138)
***હેલ્થકેર (401)
***રીટેઇલ (403)
***બ્યુટી એન્ડ વેલનેશ(405)
**એગ્રિકલ્ચર (417)
***અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ (415)
***ઓટોમોટિવ (413)
***ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર (411)
***ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (417)
***કમ્પ્યૂટર પરિચય (331)
28-03-2023
મંગળવાર
સંસ્કૃત (129)
ફારસી (130)
અરબી (131)
પ્રાકૃત (132)
29-03-2023
બુધવાર
રાજ્યશાસ્ત્ર (023) સમાજશાસ્ત્ર (139)

સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહ ના ઉમેદવારો માટે અગત્યની સૂચના:

  1. પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
  2. પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષષે કોડ નંબર અવશ્ય લખી, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહી.
  3. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીયા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
  4. પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
  5. પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક જ સમયે (એક જ સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષય વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ હોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  6. સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક (147) વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાઓને તા. 13-03-2023 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે,
  7. વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાÊગિક તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષાઓ
  8. સંબંધિત શાળાનો દ્વારા લેવામાં આવશે. આવી શાળાનો પોતાની શાળાના પરીમાર્થીઓને પુરતા સમય અગાઉ કાર્યક્રમની જાણ કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 13-03-2023 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
  9. સિંધી ભાષાના પ્રશ્નપત્ર (005) વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે.
  10. તમામ પ્રવાહોના કમ્પ્યૂટર પરિચય વિષયની પ્રાગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા.13-03-2023 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
  11. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (148) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 12-45 નો રહેશે.
  12. ઉચ્ચતર માધ્યમિક પ્રમાશપત્ર કમ્પ્યૂટર પરિચય (331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR જવાબવહીથી લેવાશે, જેનો સમય 3-00 થી 5-15 નો રહેશે.
  13. ***નુચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર હેલ્થકેર (401), રીટેઇલ (403),બ્યુટી એન્ડ વેલનેસ (405), એગ્રિકલ્ચર (409), અપેરલ એન્ડ મેએપ હોમ ફર્નિશિંગ (411), ઓટોમોટિવ (413), ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર (415), ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (417) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 11-45 નો રહેશે.

વિજ્ઞાન પ્રવાહ ના નિયમિત/ રીપીટર ઉમેદવારો માટે કાર્યક્રમ:

તારીખ અને વાર સમય  વિષય
14 માર્ચ 2023 3.00 થી 6.30 ભૌતિક વિજ્ઞાન (054)
16 માર્ચ 2023 3.00 થી 6.30 રસાયણ વિજ્ઞાન (052)
18 માર્ચ 2023 3.00 થી 6.30 જીવ વિજ્ઞાન (056)
20 માર્ચ 2023 3.00 થી 6.30 ગણિત (050)
23 માર્ચ 2023 3.00 થી 6.30 અંગ્રેજી( દ્વિતીય ભાષા) (006)

અંગ્રેજી( દ્વિતીય ભાષા) (013)

25 માર્ચ 2023 3.00 થી 6.30 ગુજરાતી (પ્રથમ ભાષા) (001)
હિન્દી (પ્રથમ ભાષા) (002)
મરાઠી (પ્રથમ ભાષા) (003)
ઉર્દૂ (પ્રથમ ભાષા) (004)
સિંધી (પ્રથમ ભાષા) (005)
તામિલ (પ્રથમ ભાષા) (007)
25 માર્ચ 2023 3.00 થી 5.15 કોમ્પ્યુટર / સંસ્કૃત (331)
  1. તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે.
  2. કમ્પ્યૂટર એજ્યુકેશન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત OMR ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે.
  3. સમયગાળો 60 મિનિટનો રહેશે. બીજા ભાગમાં પ્રશ્નપત્રનો PART-B રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે.
  4. દરેક પ્રશ્નપત્રમાં 3-00 થી 3-15નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો PART-A તથા PART-Bના વાંચન માટે આપવામાં આવશે. જ્યારે 3-15 થી 4-15 OMRમાં
  5. PART-Aના જવાબો લખવા માટે આપવામાં આવશે.
  6. 4-15 થી 4-30 દરમિયાન PART-Aની OMR એકત્રિત કરવા તથા PART-B માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનું રહેશે.
  7. OMR ઉત્તરપત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી ભૂરી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણ વિજ્ઞાન (053), ભૌતિક વિજ્ઞાન (055) અને જીવ વિજ્ઞાન (057) વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ 2023માં લેવામાં આવશે.
  8. પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART-A કે જેમાં બહુવિકલ્પ પ્રકારના (OMR પદ્ધતિથી) 50 પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ 50 તથા તેનો 4-30 થી 6-30નો સમય PART-B ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે. 6-30 કલાકે પરીક્ષા પૂર્ણ થશે.
  9. કમ્પ્યૂટર એજ્યુકેશન (પ્રાયોગિક) (332) વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવાની રહેશે અને જેના ગુણ શાળાએ બોર્ડને તા.10-3-2023 સુધીમાં ON LINE મોકલવાના રહેશે.
  10. પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર અને સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
  11. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
  12. પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીયાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતાં પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.

Leave a Comment