Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પરિણામ ક્યારે આવશે?, વાંચો વિગતે

ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરાયા છે. પ્રાથમિક માહિતી મુજબ હવે પછી વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહી કરાય. આ સાથે ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું છે.

તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પરિણામ ક્યારે આવશે.

જૂન માસમાં પંચાયત સેવા પસંદગી બોર્ડના ત્રણ મુખ્ય ટાર્ગેટ.. તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પરિણામ આવશે. પંચાયત કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા લેવાશે. પંચાયત કેડરની ભરતીમાં વેઇટિંગ લિસ્ટ હાથ ઉપર લેવાશે. ભરતી અને વેઇટિંગલિસ્ટમાંથી એક મુદ્દો જુલાઈ માસમાં થાય તેવી શક્યતા છે.


ક્લાર્ક, હેડ ક્લાર્ક,જુનીયર ક્લાર્ક ની પરિક્ષા ક્યારે લેવાશે?


બિન સચિવાલય ક્લાર્ક, હેડ કલાર્ક, સિનિયર ક્લાર્ક માટે આપવી પડશે બે પરીક્ષા

રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.

4 કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવાશે

મહત્વનું છે કે, જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે નિયમ બદલાયા છે. આ તરફ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. નોંધનીય છે કે, હવે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક થશે. આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું.

Leave a Comment