જુનિયર કલાર્ક પરીક્ષા સંભવત ૯મીએ હોવાથી ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવા માંગ કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતા રદ કરાયા બાદ હવે એપ્રિલમાં લેવાનાર છે અને પંચાયત પંસદગી મંડળની સૂચનાથી તમામ ડીઇઓ દ્વારા સ્કૂલોને ૯મી એપ્રિલે આ પરીક્ષા માટે અન્ય પરીક્ષાઓ ગોઠવવા આદેશ કરી દેવાયો છે. જેને લઈને સ્કૂલો દ્વારા બોર્ડને રજૂઆત કરવામાં આવી છે કે ૩૦મી એપ્રિલથી શરૂ થનારી વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે.
ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવા માંગ
ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ રાજ્યની તમામ સ્કૂલમાં ધો. ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૦મી એપ્રિલથી શરૂ થનાર છે. પરંતુ બીજી બાજુ રદ કરાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી લેવા માટે ૯મી એપ્રિલની સંભવિત તારીખ નક્કી કરાઈ છે. જો કે હજુ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી કાલ તમામ સ્કૂલોના કેન્દ્રોની માહિતી માંગવામાં આવી છે.
જેના પગલે તમામ ડીઈઓ દ્વારા સ્કૂલોને પરિપત્ર કરીને આદેશ કરવામા આવ્યો છે કે ૯મી એપ્રિલે જુનિયર કલાર્ક હિસાબી સંવર્ગ વર્ગ-૩ની લેખિત પરીક્ષા અગાઉના જ નિયત કેન્દ્રો મુજબ ગોઠવવાની હોવાથી અને ૨૩મી એપ્રિલ તલાટીની પરીક્ષા ગોઠવવાની હોવાથી આ બંને દિવસે અન્ય પરીક્ષાઓ ન ગોઠવવી અને અન્ય એજન્સીને પરીક્ષા કેન્દ્ર ન ફાળવવું. ડીઈઓના પરિપત્ર ગુજરાત બોર્ડને સ્કૂલો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જો ૯મીએ જુનિયર કલાર્કની પરીક્ષા હોય તો શાળાનું બિલ્ડીંગ અને કર્મચારીઓ જેમાં રોકાય જેથી ભીંસ દિવસે વાર્ષિક પરીક્ષાની વ્યવસ્થા ન થઈ શકે.
આ સમાચાર વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.