દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY)૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. DDU-GKY દ્વારા તાલીમનો કાર્યક્રમ 18મી ડિસેમ્બર ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. દિનદયાલ ઉપાધ્યાય યોજના હેઠળ આજ સુધીમાં ભારતમાં લગભગ 11,05,161 યુવાનોને તાલીમ આપવામાં આવી છે. તેમાંથી કુલ 6,42,357 યુવાનોને રોજગારી મળી છે.
દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના શું છે ?
DDU-GKY એ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્યા યોજનાનું ટુંકુ નામ છે. આ યોજના ગ્રામિણ વિકાસ મંત્રાલય, ભારત સરકારની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજનાનો એક ભાગ છે. આ યોજના બે મુખ્ય હેતુ થી ચાલુ કરવામાં આવી છે, ગ્રામીણ ગરીબ પરિવારમાં વૃદ્ધિ કરવા અને યુવાનોને રોજગારી પૂરી કરવી એ આ યોજનાનું લક્ષ્ય છે.
DDU-GKY નો ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રોમાં આર્થિકરૂપે કમજોર પરિવારોમાં ભણેલા ગણેલા યુવાનોને કોઈપણ વિશિષ્ટ કામ માટે લાયક બનાઈ ને પ્રાઈવેટ કંપનીઓ માં કામ આપવાનુ છે.
DDU-GKY માં કોણ અને કેવી રીતે જોડાઈ શકે ?
- દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્યા યોજનામાં ગ્રામીણ ક્ષેત્રોમાં જે યુવાનો ૧૫ થી ૩૫ વર્ષ વચ્ચે છે તે આ યોજનામાં જોડાઈ શકે છે.
- ૩૫ વર્ષથી વધુ વયના SC/ST જાતિના અને વિકલાંગ યુવાનો ૧૦ વર્ષની છુટ આપવામાં આવે છે. વધુમાં વધુ ૪૫ વર્ષ સુધીના યુવાનો જોડાઈ શકે છે.
- DDU-GKYમાં ૩,૪ અને ૬ મહિનાં માટે ઓછા સમયના કોર્સમાં તાલીમ આપવામાં આવે છે.
DDU-GKY માટે આવશ્યક લાયકાત
દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્યા યોજના માટે યોગ્ય પાત્રતા નીચે મુજબ હોવી જોઈએ.
- ઉંમર 15 થી 35 વર્ષની હોવી જોઈએ.
- તમારામાં સખત મહેનતથી તમારું જીવન બદલવાનો જુસ્સો હોવો જોઈએ.
- 50% બેઠકો SC/ST માટે, 15% લઘુમતીઓ માટે, 33% મહિલાઓ માટે, 3% અપંગ વ્યક્તિઓ માટે અનામત છે.
- ૮ પાસ અથવા તેથી વધુ હોવું જોઇએ.
DDU-GKYની વિશેષતાઓ
દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્યા યોજના માટે અગત્યની વિશેષતાઓ નીચે આપેલ છે.
- દિનદયાલ ઉપાધ્યાય યોજના હેઠળ આજ સુધીમાં ભારતમાં લગભગ 11,05,161 યુવાનોને તાલીમ આપવામાં આવી છે. તેમાંથી કુલ 6,42,357 યુવાનોને રોજગારી મળી છે.
- DDU-GKY દ્વારા તાલીમનો કાર્યક્રમ 18મી ડિસેમ્બર 2020ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. તેની બેન્ચ સૌપ્રથમ વાર તક્ષશિલા, ધૌલામાં શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં 200 થી વધુ કામની તાલીમ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ અંતર્ગત તાલીમ, કોમ્પ્યુટર, યુનિફોર્મ વગેરેને લગતી તમામ જરૂરી સામગ્રી વિનામૂલ્યે આપવામાં આવે છે, તાલીમ દરમિયાન રહેવા અને જમવા વ્યવસ્થા પણ સરકાર દ્વારા ફ્રીમાં જ કરવામાં આવે છે.
- આ યોજનામાં સરકાર દ્વારા રોજગારી અનુસાર તાલીમ આપવામાં આવે છે, જેનાથી રોજગાર મેળવવા માટે સરળતા રહેશે. અને તાલીમ આપ્યા પછી રોજગારીની તકો પણ પૂરી પાડવામાં આવે છે.
- આ તાલીમ સાથે તાલીમાર્થીઓને અંગ્રેજી બોલતા અને કમ્પ્યુટર, ટેબ્લેટ વગેરે ચલાવવાનું પણ શીખવવામાં આવે છે.
- આ તાલીમ શિબિરો દેશના અલગ-અલગ સ્થળોએ શરૂ કરવામાં આવશે જેથી કરીને વધુમાં વધુ ગરીબો આ યોજનાનો લાભ લઈ શકશે.
- જમ્મુ અને કાશ્મીર માટે આ DDU-GKY “હિમાયત” નામથી શરૂ કરવામાં આવી છે અને એજ રીતે, કેટલાક જિલ્લાઓ માટે આ યોજના “રોશની” નામથી પણ ચલાવવામાં આવે છે.
DDU-GKY માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનામાં ભાગ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી નીચે આપેલ છે.
- આધાર કાર્ડ
- મતદાર ઓળખ કાર્ડ
- વય પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર
- 3 પાસપોર્ટ સાઇઝના ફોટો
DDU-GKY માં અરજી કેવી રીતે કરવી ?
આ યોજનામાં રસ ધરાવતા પાત્ર વ્યક્તિએ અરજી ફોર્મ ભરવા માટે નીચે મુજબ આપેલ પગલાં અનુસરો.
- સૌથી પહેલા DDU-GKY ની ઓફિસિયલ સાઈટ ઓપન કરો અથવા અહીં કલીક કરો.
- પછી SECC વિગતો દાખલ કરો.
- ત્યાર બાદ તમારા સરનામાની માહિતી ભરો
- પછી સાચી વ્યક્તિગત માહિતી દાખલ કરો
- ત્યાં, તાલીમ કાર્યક્રમની વિગતો દાખલ કરવાની રહેશે.
- અને ચોક્કસ ક્ષેત્ર માટે ઉમેદવારોની પસંદગી કરવાની રહેશે.
- બસ ! આટલું કર્યા પછી અરજી ફોર્મ સબમિટ કરો
અગત્યની લિંક
રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં કલીક કરો |
ટ્રેનીંગ ઉદ્યોગ યાદી ચેક કરવા માટે | અહીં કલીક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં કલીક કરો |
અન્ય માહિતી
DDU-GKY, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.