Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

આંખમાં ચેપ લાગ્યો હોય તો ઘરે કેવી રીતે સારવાર કરવી, જાણો કન્ઝક્ટિવાઈટિસ વિશે બધુ

આપણી આંખો શરીરનો સૌથી આકર્ષક ભાગ જ નથી પણ સૌથી ખાસ ભાગ પણ છે. તે આપણા શરીરમાં તેનું મહત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી તમારી આંખોની દ્રષ્ટિ સુરક્ષિત અને યોગ્ય છે, દ્રષ્ટિ એક એવું માધ્યમ છે, જેની મદદથી માણસ પ્રકાશ કિરણો,વસ્તુઓના સ્વરૂપ,અંતર,રંગ વગેરેની સંવેદના અનુભવે છે.આંખોની સંભાળ રાખવી શરીરના અન્ય અંગોની જેમ જ જરૂરી છે અને જો તમે તેની પ્રત્યે થોડી બેદરકારી રાખશો તો તમારી સુંદર આંખો ખરાબ થઈ શકે છે.

શું છે કન્ઝક્ટિવાઈટિસ (આંખો આવવી)

નેત્રસ્તર દાહ અથવા કન્ઝક્ટિવાઈટિસ (આંખો આવવી) એ આપણે જાણીએ છીએ તે એક સામાન્ય સંક્રમણ છે, જેનો આપણે બધાએ ક્યાંકને ક્યાંક સામનો કર્યો જ હશે. આ સંક્રમણમાં આંખોમાં બળતરા થાય છે. પરંતુ આ સમસ્યાથી બચવા શું કરવું અને કેવી રીતે કરવું તે બહુ ઓછા લોકો જાણે છે અને સમજે છે. આંખના સંક્રમણના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ મુખ્ય કારણો નાના બેક્ટેરિયા અને વાયરસથી થતા સંક્રમણ છે. આ સામાન્ય રીતે એલર્જીના રિએક્શનને કારણે થાય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં બેક્ટેરિયલ સંક્રમણ પણ આ માટે જવાબદાર હોય છે.

કેટલીકવાર આંખમાં ધૂળ અથવા કચરો જેવી કોઈ વસ્તુ જવાથી આવા સંક્રમણ થાય છે. જે લોકો ખરાબ લેન્સ પહેરે છે તેઓ પણ આ સંક્રમણનો ભોગ બને છે. આ સંક્રમણ ફક્ત એક આંખથી શરૂ થાય છે, પરંતુ ટૂંક સમયમાં બીજી આંખને પણ અસર થાય છે.

આંખનો ચેપ અથવા આંખનો ફ્લૂ સામાન્ય રીતે હવામાનમાં ફેરફાર સાથે જોવા મળે છે. આ મોટેભાગે ઠંડા હવામાન અથવા વરસાદની મોસમમાં થાય છે. આ એક ચેપી રોગ છે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. એકવાર તે કોઈને થાય છે તો તે તેની આસપાસ રહેતા અન્ય લોકોમાં ફેલાવવાનું શરૂ કરે છે.જ્યારે આંખોમાં ઈન્ફેક્શન થાય છે ત્યારે આંખો પહેલા ઘેરી પીળી દેખાય છે ત્યારબાદ થોડા સમય પછી આંખોનો રંગ લાલ થઈ જાય છે.

કન્ઝક્ટિવાઈટિસ (આંખો આવવી) ના લક્ષણો

  1. આંખો લાલ થવી
  2. આંખોમાં ખંજવાળ આવવી
  3. આંખોમાં ધંધળુ દેખાવું
  4. આંખોમાંથી પાણી નીકળવું
  5. આંખો દુખવી
  6. શરૂઆતમાં આ લક્ષણો પહેલા એક આંખમાં જોવા મળે છે અને જો કોઈ સાવચેતી કે સારવાર ન કરો તો તે બીજી આંખમાં પણ ફેલાઈ શકે છે. નેત્રસ્તર દાહના ગંભીર કિસ્સાઓમાં કેટલાક દર્દીઓની આંખોમાંથી લોહી પણ નીકળી શકે છે.
  7. નેત્રસ્તર દાહનું મુખ્ય લક્ષણ એ છે કે આંખોમાંથી લીલો અથવા સફેદ ચીકણું પ્રવાહી નીકળવાને કારણે પાપણ ચોંટી જાય છે.
  8. સૂર્યપ્રકાશ અથવા તેજસ્વી પ્રકાશ પ્રત્યે અસંવેદનશીલતા જેને ફોટોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ધ્યાન રાખો

  1. જો તમને નેત્રસ્તર દાહ થયો છે તો ઘરેલૂ સારવાર કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.આંખના ફ્લૂની સાચી સારવાર ત્યારે જ શક્ય છે જ્યારે કેટલીક સાવચેતી રાખવામાં આવે.
  2. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવવો જોઈએ નહીં.
  3. આંખોને હાથ વડે ઘસવી જોઈએ નહીં.
  4. જો બાળકોની આંખો આવી ગઈ હોય તો તેમને શાળાએ ન મોકલવા જોઈએ.
  5. આંખોને ત્રણથી ચાર વખત હૂંફાળા પાણીથી ધોવી જોઈએ.
  6. દર્દીએ ત્રણથી ચાર દિવસ આરામ કરવો જોઈએ.
  7. બીજા કોઈનો ટુવાલ નેપકીનનો ઉપયોગ કરવો નહીં.

કન્ઝક્ટિવાઈટિસ (આંખો આવવી)ની સારવાર

1. ગુલાબજળ :

  • ગુલાબજળથી આંખોને ધોવાથી આંખનું ઈન્ફેક્શન ઓછું થાય છે.ગુલાબજળના બે ટીપા આંખોમાં નાખીને દરરોજ બે વાર કરવાથી નેત્રસ્તર દાહની સમસ્યા દૂર થાય છે.

2. ગરમ પાણી :

  • ગરમ પાણીનો ઉપયોગ કરીને આંખો ધોવાથી આંખો પર જમા થયેલ કચરો દૂર થાય છે. એક વાસણમાં ગરમ પાણી કાઢીને તેને થોડું ઠંડુ કરો અને તમે તમારી આંખોને તે નવશેકા પાણીથી પણ ધોઈ શકો છો, જેનાથી આંખમાં જમા થયેલી ગંદકી બહાર આવશે.

3. આમળાનો રસ :

  • 3 થી 4 આમળાના ફળને પીસીને તેનો રસ કાઢો. તે રસને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો. આમળાનો રસ દિવસમાં બે વાર સવારે ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલા પીવો. આંખોમાં ઈન્ફેક્શન હોય ત્યારે પણ આમળાનો રસ પીવો ફાયદા કારક છે.

4. મધ અને પાણીનો ઉપયોગ :

  • એક ગ્લાસ પાણીમાં 2 ચમચી મધ નાખો નાખો પછી તે પાણીને તમારા હાથ વડે ખુલ્લી આંખોમાં ઝાટકો નાખો. મધથી આંખો ધોવાથી આંખનો ચેપ દૂર થાય છે.

5. પાલક અને ગાજરનો રસ:

  • પાલકના 4 કે 5 પાનને પીસીને તેનો રસ નીચોવી લો. 2 ગાજરને પીસીને તેનો રસ કાઢો. એક ગ્લાસમાં અડધો કપ પાણી ભરીને તેમાં ગાજર અને પાલકનો રસ મિક્સ કરીને પીવો. દરરોજ આમ કરવાથી આંખનો ચેપ ઓછો થવા લાગે છે. પાલક અને ગાજરનો રસ આંખના ચેપ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલા વિટામિન આંખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

6. હળદર અને ગરમ પાણી :

  • 2 ચમચી હળદર પાવડરને 2 થી 3 મિનિટ માટે ગરમ કરો તે હળદરને એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરો અને રું ની મદદથી આંખો સાફ કરો.ગરમ પાણીમાં હળદર મિક્સ કરી રું વડે આંખોને સાફ કરવી જોઈએ

7. બટાકા :

  • એક બટાકાના સરસ રીતે પાતળા ટુકડા કરો. રાત્રે સૂતા પહેલા તે કાપેલા બટાકાને 10 મિનિટ માટે તમારી આંખો પર રાખો અને પછી તેને ઉતારી લો. બટાકામાં ભરપૂર માત્રામાં સ્ટાર્ચ હોય છે જેનો ઉપયોગ આંખના ચેપને દૂર કરવા માટે કરી શકાય છે.

નોંધ : કોઈ પણ હોમ રેમેડી ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી.

2 thoughts on “આંખમાં ચેપ લાગ્યો હોય તો ઘરે કેવી રીતે સારવાર કરવી, જાણો કન્ઝક્ટિવાઈટિસ વિશે બધુ”

Leave a Comment