Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

વનરક્ષક વર્ગ- ૩ ના સંમતિપત્રક ફોર્મ શરૂ

જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 વનરક્ષક વર્ગ ૩ની સીધી ભરતીની જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારોની પરીક્ષા ટૂંક સમયમાં યોજવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી રહેલ છે. વનરક્ષક વર્ગ-૩ની જગ્યાઓ જિલ્લા આધારિત છે. ઉમેદવારોએ જે તે જિલ્લા માટે ઉમેદવારી નોંધાવાની હોય છે પરંતુ જે ઉમેદવારોએ એક કરતાં વધારે જિલ્લા માટે અરજી કરેલ હશે તો છેલ્લે જે જિલ્લા માટે અરજી કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે અને તે માન્ય રાખી તે જિલ્લા માટે સંમતિપત્રક ભરવાનું રહેશે.

આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક- FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી ‘‘પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર તા. ૨૪/૦૭/૨૦૨૩ થી તા. ૦૭/૦૮/૨૦૨૩ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

વનરક્ષક વર્ગ-૩ માટે સંમતિપત્રક કેવી રીતે ભરવું?

વનરક્ષક વર્ગ-૩ માટે સંમતિપત્રક ભરવા માટે નિચે આપેલ સ્ટેપ અનુસરો.

  • જે માટે ઉમેદવારે OJAS વેબસાઈટ ઉપરના HOME PAGE ૫૨ જવાનું રહેશે. અથવા અહીં ક્લિક કરો 
  • ત્યાં, Other Application Menu માં Consent for Exam માં જાઓ
  • પછી ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરવાનો રહેશે. (
  • કન્ફર્મેશન નંબર શોધવા માટે અહીં ક્લિક કરો)
  • પછી, ફોર્મ સબમિટ કરો.

કન્ફર્મેશન નબર જાણવા માટેની અગત્યની સુચનાઓ

  1. સૌથી પહેલા, અહી ક્લિક કરો
  2. જાહેરાત નંબર એન્ટર કરો.
  3. અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો
  4. Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
  5. જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.
  6. OTP વગર કન્ફર્મેશન નંબર શોધવા માટે અહીં ક્લિક કરો

સંમતિ અંગેનું ફોર્મ માટે જરૂરી તારીખ

  • શરૂ તા. ૨૪/૦૭/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે
  • છેલ્લી તારીખ. ૦૭/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે.

સુચના

જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક : FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ની ‘‘પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ” OJAS : વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે. જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. ૫/- કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 વનરક્ષક વર્ગ- ૩ની જાહેરાત અન્વયે કરેલી ઓનલાઈન અરજીઓ આપોઆપ રદ થશે. અને આવા ઉમેદવારો જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ની આગામી ટૂંક સમયમાં યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં અને આ અંગેની કોઈપણ રજુઆતો પાછળથી ખાતા દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાઈ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ની આગામી ટૂંક સમયમાં યોજાનાર પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઈન OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર જ ભરી શકાશે. અન્ય કોઈ માધ્યમથી સંમતિ ફોર્મ ખાતા દ્વારા સ્વીકારવામાં આવશે નહિ.

1 thought on “વનરક્ષક વર્ગ- ૩ ના સંમતિપત્રક ફોર્મ શરૂ”

Leave a Comment