Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

મફત તબીબી (મેડિકલ) સહાય યોજના, મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ ના લોકોને (HIV) એઇડ્સ, કેન્સર, રક્તપિત, પાંડુરોગ, ટી.બી. જેવા દર્દો અને ગંભીર પ્રકૃતિના કેસો માટે રોકડ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે.

મફત તબીબી સહાય યોજના

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ અને વિચરતી-વિમુકત જાતિના દર્દીઓને નીચે મુજબ મફત તબીબી સહાય આપવામાં આવે છે.

પાત્રતાના માપદંડો

  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
  • વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-

સહાયનું ધોરણ

  • સ્ત્રીઓને થતાં પાંડુરોગ માટે કેસ દીઠ રૂ. ૧૫૦/- કેસ દીઠ ફકત એક વાર
  • પ્રસૃતિના રોગ માટે કેસ દીઠ રૂ. ૫૦૦/- ફકત એક વાર
  • કેન્સર માટે માસિક રૂ. ૧૦૦૦/- દર્દ મટે ત્યાં સુધી
  • ટી.બી. માટે માસિક રૂ. ૫૦૦/- દર્દ મટે ત્યાં સુધી
  • રક્તપિત્ત માટે માસિક રૂ. ૮૦૦/- દર્દ મટે ત્યાં સુધી
  • HIV AIDS માટે માસિક રૂ. ૫૦૦/- દર્દ મટે ત્યાં સુધી

નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં)

જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૬૦૦.૦૦ ૧૨૦૦.૦૦ ૧૨૦૦.૦૦
આ.પ.વ. ૩૦૦.૦૦ ૬૦૦.૦૦ ૬૦૦.૦૦
વિચરતી- વિમુકત ૭૫.૦૦ ૭૫.૦૦ ૭૫.૦૦

સિદ્ધિ

જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૨૫,૦૨૮
આ.પ.વ. ૧૩,૯૭૨
વિચરતી-વિમુકત ૩૨૨
  • આ યોજનાની અમલીકરણ આરોગ્‍ય અને તબીબી વિભાગ હેઠળ છે.

તબીબી સહાય યોજના માટે જરૂરી ડો્યુમેન્ટ

  1.  રેશન કાર્ડ
  2.  ટીબીના દર્દી હોય તો ટીબી કાર્ડની નકલ
  3.  આવકનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી દ્વારા)
  4.  સક્ષમ અધિકારી દ્વારા જાતિનો દાખલો
  5.  દર્દીનું આધાર કાર્ડ
  6.  જાતિનો દાખલો ન હોય તો એલસીની નકલ
  7.  દર્દીની બેંક પાસબુક

મફત તબીબી સહાય નું ફોર્મ

આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું

Leave a Comment