ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી નથી અને તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદ કરવા માટે RTE પ્રવેશ 2023 જેવી યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે જેનું નામ છે “જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના“. આ યોજનામાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે સહાય શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજનાની સંપૂર્ણ વિગતો નીચે આપેલ છે. તો કૃપા કરીને આ આર્ટીકલ સંપૂર્ણ વાંચો.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2023
યોજનાનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
અમલીકરણ વિભાગ | શિક્ષણ વિભાગ |
લાભાર્થી | ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપ | ₹. 20000 થી ₹. 25000 |
ફોર્મ ભરવાની તારીખ | 11/05/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 01/06/2023 |
પરીક્ષા તારીખ | 11/06/2023 |
ઓફીસીયલ વેબસાઇટ | www.sebexam.org |
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનામાં ફોર્મ કોણ ભરી શકે?
આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
- સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
- અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના માં પરીક્ષા ફી કેટલી છે?
- આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનામાં કેટલી રકમ મળશે?
આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા શું છે?
આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
- સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
- ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
- સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે અથવા અહીં ક્લિક કરો
- તેમા Apply Online પર ક્લીક કરો.
- તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
- ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
- ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
- છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
- આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ સૂચના PDF | અહીં ક્લિક કરો |
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
કસોટીનુ માળખુ
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.
- આ કસોટીનુ પ્રશ્ન પત્ર 120 ગુણનુ રહેશે તથા સમય 150 મિનિટ રહેશે.
- કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા રહેશે.
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.
કસોટી | પ્રશ્નો | ગુણ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 80 | 80 |
આ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું
1234