Google Pixel 9 Pro XL ની ધમાકેદાર એન્ટ્રી, iphone ને આપશે ટક્કર

Google Pixel 9 Pro XL | તાજેતરમાં મળતી માહિતી અનુસાર ગૂગલ પોતાનો નવો મોબાઈલ લોન્ચ કરી દીધું છે. ગૂગલ દ્વારા Pixal 9 સિરીઝ માં Google Pixel 9 Pro XL નામના આ નવા મોબાઇલનું લૉન્ચ કરવામાં આવ્યું છે. હાલ ઈન્ટરનેટ પર આ ફોનની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. લોકો આ ફોન iphone ને જોરદાર ટક્કર આપશે તેવી વાતો પણ કરી રહ્યા છે.

દરવર્ષે ગૂગલ પોતાની નવી સિરીઝનો ફોન લોન્ચ કરે છે. જે માર્કેટ માં રહેલા બધા જ ફ્લેગસિપ ફોનને ટક્કર આપે છે. આ વર્ષે પણ 22 ઓગસ્ટના રોજ લોન્ચ થયેલ Pixal 9 સિરીઝ ના ત્રણ મોડેલ Google Pixel 9, Google Pixel 9 Pro અને Google Pixel 9 Pro XL માર્કેટમાં ધૂમ મચાવશે. તો ચાલો આ ફોન વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

Google Pixel 9 Pro XL મૈન હાઇલાઈટ

ફીચરવિગતો
ડિસ્પ્લે17.27 cm (6.8 inch), 2992 x 1344 Pixels, LTPO OLED
કેમેરા50MP + 48MP + 48MP Triple Rear Camera
ફ્રન્ટ કેમેરા42MP Front Camera
ઓપરેટિંગ સિસ્ટમAndroid v14
પ્રોસેસરGoogle Tensor G4
RAM16GB
સ્ટોરેજ128GB, 256GB, 512GB, 1TB
કનેક્ટિવિટી5G, 4G, VoLTE, Bluetooth v5.3, WiFi, USB-C v2.0
બેટરી5060 mAh
ઓપરેટિંગ સિસ્ટમAndroid v14

Pixel 9 Pro XL Camera

આ નવા સ્માર્ટફોનમાં 3 Rear કેમેરા છે. જયારે એક Front સેલ્ફી કેમેરા પણ આપેલો છે. Rear કેમેરામાં 50MP + 48MP + 48MP એમ ત્રણ કેમેરાનું સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે દમદાર 42MP નો ફ્રન્ટ કેમેરો પણ છે. ટ્રિપલ રીઅર કેમેરા અત્યાર સુધીનો સૌથી પાવરફુલ પિક્સેલ કેમેરો છે. 30x સુપર રેસ ઝૂમ પણ છે જેથી દૂરની વસ્તુના પણ ખુબ જ સારા ફોટા ક્લિક કરી શકશો. વિડીઓમાં પણ 8K@30fps સુધીનું વિડીઓ રેકોર્ડિંગ કરી શકો છો.

Google Pixel 9 Pro XL Display

આ ફોનમાં એકદમદાર LTPO OLED ડિસ્પ્લે આપેલી છે. વાત કરીએ ડિસ્પ્લે સાઈઝની તો 6.8 inch ની આ ડિસ્પ્લેમાં 1344 x 2992 pixels નું રેગ્યુલેશન ધરાવે છે. 20:9 નો ડિસ્પ્લે રેશિયો અને 486 ppi density ધરાવે છે. એટલું જ નહિ 3000 nits ની પીક Britness ધરાવતા આ ફોનમાં દિવસના તડકામાં પણ સરળતાથી જોઈ શકાય છે.

Google Pixel 9 Pro XL Battery

જો વાત કરીએ Google Pixel 9 Pro XL ફોનની બેટરી વિશે તો આ ફોનમાં આવે છે 5060mAh ની બેટરી. જે સામાન્ય વપરાશમાં એક દિવસ આરામથી ચાલી જશે. તેની સાથે આ ફોન 37W નું ફાસ્ટ ચાર્જીંગ પણ સપોર્ટ કરે છે, જેના લીધે 70% ચાર્જીંગ માત્ર 30 મીનીટમાં જ થઈ જશે.

Pixel 9 Pro XL Processor

આ ફોનમાં Google Tensor G4 (4 nm) ચીપસેટનો ઉપયોગ થયો છે. Octa-core CPU આ ફોન ની પ્રોસેસીંગ સ્પીડને ઘણી જ વધારી દે છે. High Game અને High Quality વીડિયો પ્લેમાં પણ આ ફોન દમદાર પર્ફોર્મ કરે છે. ગુગલનો આ ફોન અત્યારે Android 14 પર છે અને 7 major Android upgrades આપવામાં આવશે.

Google Pixel 9 Pro XL Memory

હાલ લોન્ચ થયેલ આ ફોનમાં 16GB રેમ છે અને Storage ની વાત કરીએ તો 128GB 16GB RAM, 256GB 16GB RAM, 512GB 16GB RAM અને 1TB 16GB RAM વાળા કુલ 4 મોડેલ લોન્ચ કરવમાં આવ્યા છે.

Google Pixel 9 Pro XL ની કિંમત

Flipkart પર લોન્ચ થયેલ આ ફોનની કિમત 256 GB માટે ₹1,24,999 અને 512 GB માટે ₹1,39,999 છે.

Also Read: 200 MP કેમેરા સાથે આવી રહ્યો છે Nokia N8 5G ફોન, કિંમત પણ છે ખુબ જ ઓછી

Leave a Comment