Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

GSET સિલેબસ 2023 PDF ડાઉનલોડ કરો, ગુજરાત SET લેટેસ્ટ પરીક્ષા પેટર્ન (પેપર 1, 2) તપાસો

GSET સિલેબસ 2023 : ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા એ ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર માટે ઓફિસિયલ જાહેરાત પ્રકાશિત કરવામા આવી છે. આ કસોટી ગુજરાત રાજ્યમાં મહત્વાકાંક્ષી પ્રોફેસરોની યોગ્યતા જોવાનું સંચાલન કરે છે. ગુજરાત રાજ્યના ઉમેદવારોની પાત્રતા નક્કી કરવા માટે 26-11-2023 (રવિવાર) ના રોજ 16મી ગુજરાત રાજ્ય પાત્રતા પરીક્ષા (GSET) યોજવાની જાહેરાત કરી છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં 11 કેન્દ્રો પર 33 વિષયોમાં ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પરિક્ષા યોજાવાની છે. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા દ્વારા GSET સિલેબસ 2023 જાહેર કરવામાં આવ્યો છે. અહીં આર્ટિકલમાં GSET સિલેબસ 2023 અને ગુજરાત SET લેટેસ્ટ પરીક્ષા પેટર્ન (પેપર 1, 2) તપાસો. તમે GSET સિલેબસ 2023 PDF ડાઉનલોડ કરીને સાચવી શકો છો. GSET ઉમેદવારોને વાંચવા માટે સિલેબસ અને પરિક્ષા પેટર્ન ખૂબ જ ઉપયોગી થશે.

GSET સિલેબસ 2023

સંસ્થાનુ નામ : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા
પરીક્ષાનું નામ : ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET)
પોસ્ટ્નુ નામ : આસિસ્ટન્ટ પ્રોફેસર
નોકરીનુ સ્થાન : ગુજરાત
પરિક્ષા તારીખ : 26-11-2023
ઓફિસિયલ વેબસાઇટ http://www.gujaratset.ac.in
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

GSET સિલેબસ 2023 PDF ડાઉનલોડ કરો

દરેક વિષય માટે નીચે આપેલ ટેબલમા GSET સિલેબસ 2023 PDF ડાઉનલોડ કરો.

અભ્યાસક્રમ

પેપર – ૧
મેથેમેટીકલ સાયન્સીસ (વિષય કોડ – ૦૧)
ફીજીકલ સાયન્સીસ (વિષય કોડ – ૦૨)
લાઇફ સાયન્સીસ (વિષય કોડ – ૦૪)
હિન્દી (વિષય કોડ – ૦૫)
ગુજરાતી (વિષય કોડ – ૦૬)
સંસ્કૃત (વિષય કોડ – ૦૭)
ઇતિહાસ (વિષય કોડ – ૦૮)
સમાજશાસ્ત્ર (વિષય કોડ – ૦૯)
અર્થશાસ્ત્ર (વિષય કોડ – ૧૦)
રાજનીતિ શાસ્ત્ર (વિષય કોડ – ૧૧)
અંગ્રેજી (વિષય કોડ – ૧૨)
શિક્ષણ (વિષય કોડ – ૧૩)
મનોવિજ્ઞાન (વિષય કોડ – ૧૪)

પરીક્ષાનું માળખું અને પદ્ધતિ

GSET પરીક્ષામાં કુલ બે પેપર લેવામાં આવશે. બન્ને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નો નો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા દર્શાવ્યા મુજબ લેવામાં આવશે:

પેપર ગુણ પ્રશ્નો ની સંખ્યા સમયગાળો સમય
૧૦૦ ૫૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)
તમામ ફરજિયાત
3 કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦) ૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦)
૨૦૦ ૧૦૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)
તમામ ફરજિયાત
૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦)
  • પેપર – ૧માં ૫૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે. પેપર – ૧ સામાન્ય સ્વરૂપનું હોય છે જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનો છે. પેપર – ૧નો હેતુ ખાસ કરીને ઉમેદવારની તર્કશક્તિ, આકલન શક્તિ, સૂચના તથા જ્ઞાનના સ્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચારશક્તિનું મૂલ્યાંકન કરવાનો છે.
  • પેપર – ૨ માં ઉમેદવારે પસંદ કરેલ વિષય પર આધારિત ૧૦૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે.
  • બન્ને પેપર ના પ્રશ્નો(ભાષા અને વિજ્ઞાન ના વિષયો સિવાય ના) ગુજરાતી અને અંગ્રેજી એમ બંનેમાં હશે. ભાષાના વિષયના પ્રશ્નો જે તે ભાષા તથા વિજ્ઞાનના વિષયના પ્રશ્નો અંગ્રેજીમાં હશે. પેપર – ૧ અને પેપર – ૨ ના કોઇ પ્રશ્નમાં અનુવાદ અંગે કોઇ વિવાદ /મતભેદ જણાય તો અંગ્રેજી વર્ઝન યોગ્ય ગણાશે.
  • ઉમેદવારોએ પેપર – ૧ અને પેપર – ૨ ના પ્રશ્નોના ઉત્તર તેમને અલગથી આપવામાં આવેલ Optical Mark Reader(OMR) sheet જવાબ પત્રકમાં જ ભરવાના રહેશે.
  • ખોટા જવાબ માટે નકારાત્મક ગુણમૂલ્યાંકન પદ્ધતિ અમલ માં નથી.
  • ઉમેદવાર બન્ને પેપરની પરીક્ષા આપે તે ફરજિયાત છે. કોઇ ઉમેદવાર પેપર -૧ ની પરીક્ષા ન આપે તો તે પેપર – ૨ ની પરીક્ષા આપી શકે નહીં.
  • ઉમેદવારે પેપર – ૧ અને પેપર – ૨ ની ઓરીજીનલ OMR જવાબવહી પરીક્ષાખંડ છોડતાં પહેલાં નિરીક્ષકને પરત કરી દેવી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવાર પેપર – ૧ અને પેપર – ૨ ની પ્રશ્ન પુસ્તિકાઓ તથા OMR જવાબવહીની ડુપ્લિકેટ કોપી પોતાની સાથે લઈ જઈ શકે છે.
  • GSET પરીક્ષામાં પુન: મુલ્યાંકન / પુન: ચકાસણી કરવામાં આવતી નથી. આ સંદર્ભમાં કોઈપણ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં.

હેલ્પ-લાઇન

  • ઇ – મેઇલ : info@gujaratset.ac.in
  • હેલ્પ લાઇન નંબર : +૯૧-૨૬૫-૨૭૮૬૩૩૭

GSET સિલેબસ 2023 (FAQ’s)

GSET પગાર શું છે?

GSET ગ્રેજ્યુએટ આસિસ્ટન્ટનો રાષ્ટ્રીય સરેરાશ પગાર ભારતમાં પ્રતિ વર્ષ ₹19,63,668 છે. તમારા વિસ્તારમાં GSET સ્નાતક સહાયકનો પગાર જોવા માટે સ્થાન દ્વારા ફિલ્ટર કરો.

શું SET પરીક્ષા પાસ કરવી સરળ છે?

SET પ્રશ્નપત્ર 2020 માં ચાર વિભાગો હતા અને WAT રાઉન્ડ લેખિત પરીક્ષા પછી તે જ દિવસે હાથ ધરવામાં આવ્યો હતો.

GSET પરીક્ષાના પાસિંગ માર્કસ કેટલા છે?

સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે, લઘુત્તમ લાયકાત ગુણ 40% છે, જ્યારે OBC/SC/ST/PwD ઉમેદવારો માટે, લઘુત્તમ લાયકાત ગુણ 35% છે.

1 thought on “GSET સિલેબસ 2023 PDF ડાઉનલોડ કરો, ગુજરાત SET લેટેસ્ટ પરીક્ષા પેટર્ન (પેપર 1, 2) તપાસો”

Leave a Comment