ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 3342 જગ્યાઓ પર કંડકટર ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
GSRTC કંડક્ટર ફોર્મ ભરતા ઉમેદવારો માટે ખાસ સૂચના
જે ઉમેદવારનું ફોર્મ ભરાઈ ગયું છે તેમણે પોતાનું ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું. જેમ કે ફોર્મમાં નામ,જન્મ તારીખ, ધો. 12 ના ટકા , લાયસન્સ નંબર – તારીખ વગેરે એક વાર ચેક કરી લેવું, અને જો ફોર્મમાં કોઈ ભૂલ હોય તો તારીખ 06 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ માં સુધારો (નવી અરજી) કરી લેવી… તારીખ 06 સપ્ટેમ્બર પછી કોઈપણ સુધારા થઈ શકશે નહીં….
- એક થી વધારે વાર ભરેલા ફોર્મમાં છેલ્લું ભરેલું ફોર્મ જ માન્ય ગણાશે…
- ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખની રાહ જોવી નહીં
- છેલ્લી તારીખ સર્વર ડાઉન થઈ શકે છે..
- ફોર્મ ભરાઈ ગયું હોય અને પ્રિન્ટ ના આવતી તો તેવા ઉમેદવારે ફરી વાર ફોર્મ ભરવું નહીં…
- કોન્ફોર્મેશન નંબરનો મેઈલ આવતા પણ વાર લાગશે…
GSRTC કંડકટર ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટ નામ | કંડકટર |
કુલ જગ્યાઓ | 3342 |
નોકરીનું સ્થાન | ગુજરાત |
છેલ્લી તારીખ | 06/09/2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | gsrtc.in |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
પગાર ધોરણ
- પસંદગી પામનાર ઉમેદવારોને કંડકટર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક રૂ.૧૮,૫૦૦/- ફીકસ પગારથી કરાર આધારીત નિમણુંક અપાશે, તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઇપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં.
- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયેથી ડ્રાયવર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણુંક મેળવવા પાત્ર થશે,
GSRTC કંડકટર માટે મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવા ના શરૂ તારીખ | 07/08/2023 |
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ | 06/09/2023 |
ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ | 08/09/2023 |
પરિક્ષા તારીખ | ટુંક સમયમાં આવશે |
GSRTC કંડકટર માટે લાયકાત
- ધોરણ 12 પાસ
- ધો.૧૨ પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડકટર લાઈસન્સ, ફર્સ્ટ એઇડ સર્ટીફીકેટ, બેઝ, વગેરેના પ્રમાણપત્ર / માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્ર હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજીપત્રક રદ કરવામાં આવશે.
- સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે.
- ધોરણ ૧૨ પાસની માર્કશીટ ગુ.મા. અને ઉચ્ચ.મા.શિ.બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે.
- ડીપ્લોમાના કિસ્સામાં (ધોરણ-૧૦ પછી ડીપ્લોમાં કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ૧૭+૩ કે તેથી વધુ વર્ષનો કોર્ષ) અલગથી કરેલ જ કોર્ષ માન્ય ગણવામાં આવશે.
- ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક ભરતા સમયે ધો.૧૨ / ધો.૧૨ સમકક્ષ પાસની માર્કશીટનાં કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ અરજીપત્રક ભરવાનું રહેશે,
વય મર્યાદા
ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છુટછાટ સહીત નીચે દર્શાવ્યા મુજબની રહેશે.
- 18 થી 34 વર્ષ (જન્મ તારીખ:- 06/09/1989 to 06/09/2005)
- ઉપર જણાવેલ વયમર્યાદામાં અનામત કક્ષાનાં ઉમેદવારોને નિયમોનુસાર છુટછાટ મળવાપાત્ર રહેશે.
GSRTC કંડકટર માટે કેટેગરી પ્રમાણે જગ્યાઓ
ભરતીની પ્રકીયા
(વેઈટેજની ગણતરી) – (૧૦૦ ગુણમાંથી ફાળવણી)
O.M.R, પદ્ધતિથી સ્પર્ધાત્મક હેતુલક્ષી લેખિત કસોટી
O.M.R પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીનો ગુણભાર નીચે મુજબ છે.
GSRTC કંડકટર માટે ફોર્મ કેવી રીતે ભરવું
GSRTC કંડકટર માટે ઑનલાઇન ફોર્મ ભરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો
- સૌ પ્રથમ ojas પોર્ટલ પર જાઓ અથવા અહી ક્લીક કરો
- “Apply Online Click” કરવું.
- કંડકટર કક્ષા પર Apply Now પર click કરવાથી Application ના Format ખુલશે
- જેમાં સૌ પ્રથમ Personal Details અને Educational Details ભરવાની રહેશે.)
- હવે Save પર Click કરવાથી તમારી અરજીનો Online સ્વીકાર થશે.
- અરજી કર્યા બાદ તમારો Application Number Generate થશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” પર click કરો અને
- Application number તથા birth date ટાઇપ કર્યા બાદ ok પર કિલક કરો
- ત્યાં, confirm application પર click કરો તેથી તમારી અરજીનો નિગમમાં online સ્વીકાર થઇ જશે. અરજી Confirm કરવી ફરજીયાત છે.)
- બસ આટલું કરીને ઉમેદવારોએ “Online Payment of Fees” પર click કરવું. અને ફી ભરીને PDF ડાઉનલોડ કરવાની રહેશે.
GSRTC કંડકટર માટે અગત્યની લિંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધું માહિતી માટે | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
GSRTC કંડકટર ભરતી 2023 માટે ઓનલાઈન અરજી ક્યાંથી કરવી?
GSRTC કંડકટર ભરતી 2023 માટે ઓનલાઈન અરજી https://ojas.gujarat.gov.in પર કરવી
GSRTC કંડકટર ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
06/09/2023
My name is ramesh bamniya contact 8511134518
Ramesh bamniya