રાજ્ય સરકારે આજે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડા કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. આજે ગુજરાત વિધાનસભામાં પેપરલીક બાબતે બિલ રજૂ કરાયું છે. આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત જાહેર પરીક્ષા બિલ બજેટ સત્રમાં રાજ્ય સરકાર પસાર કરશે.
પરીક્ષાર્થી 2 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા
આ બિલ ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. બિલની કોપી ધારાસભ્યોને આપવામાં આવી છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. સાથે ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી 2 વર્ષ માટે બાકાત રાખવા જોગવાઈ કરી છે.
પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ
બિલમાં આમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. અને પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને પેપરલીક કરનારની મિલકત જપ્ત થઈ શકશે.
ગુના બિનજામીનપાત્ર હશે
પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હશે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં. પેપરલીક કેસની તપાસ DySP કક્ષાના અધિકારી કરે તે યોગ્ય છે.
Lekin paper leaked karke ye 9-10 carore
Kama lenge fir 1 carore deke 9 carore se moj karenge
Fir bhale hi 10 sal jel me rahna pade vaise bhi vo 10s sal me itna nahi kama sakte jitna voh paper leak karke kama rahe hai
Fansi ki saja ho to kuch socha jaye
Kyo ki itne logo ka time barbad karne ki saja uske jivan se jyada hai
Good
Sahi bola na