ભારતીય ટપાલ વિભાગ: ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS), BPM અને ABPM માટે જાહેરાત કરી છે. આ ભરતી માટે (મહિલાઓ અને પુરુષો બંને) લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં તમારે 16/02/2023 સુધીમાં www.indiapostqdsonline.gov.in પર ઑનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે.
આ આર્ટિકલમાં તમને જણાવીશું કે;
- ભારતીય ટપાલ વિભાગ કઇ જગ્યાઓ પર ભરતી કરશે ?
- GDS ભરતી માટે લાયકાત, પગાર ધોરણ, ચલણ અને વયમર્યાદા શું છે ?
- GDS માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
સૌથી પહેલાં આપણે જાણીશું કે ભારતીય ટપાલ વિભાગ કઇ જગ્યાઓ પર ભરતી કરશે,
ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2023
ભરતી સંસ્થા : | ભારતીય ટપાલ વિભાગ |
પોસ્ટનું નામ : | GDS / BPM / ABPM |
કુલ જગ્યા : | 40889 |
પગાર ધોરણ : | પોસ્ટ પ્રમાણે |
નોકરીનું સ્થાન : | ઓલ-ઇન્ડિયા |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 16 ફેબ્રુઆરી 2023 |
અરજી કરવાની પદ્ધતિ : | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ : | www.indiapostqdsonline.gov.in |
જગ્યાઓનું નામ: ગ્રામીણ ડાક સેવક (GDS)
- બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)
- મદદનીશ શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
- ડાક સેવક
પગાર ધોરણ
- BPM : Rs.12,000/- 29,380/-
- GDS / ABPM : Rs.10,000/- 24,470/-
જરૂરી તારીખ
- ફોર્મ શરૂ તા. : 27/01/2023
- ફોર્મ છેલ્લી તા. : 16/02/2023
- કરેક્શન (સુધારા) માટે તા. : 17/02/2023 થી 19/02/2023
લાયકાત
- 10 પાસ
- (ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (હિન્દી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)
- (તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ)
વયમર્યાદા
- 18 થી 40 વર્ષ
ચલણ
- Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
- બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
- તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો / સહી
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
- જાતિ અંગેનો દાખલો
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
GDS મા અરજી કેવી રીતે કરવી ?
ગ્રામીણ ડાક સેવક (GDS) માં ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલી માહિતી મુજબ કરો.
- સૌપ્રથમ તમે આ https://indiapostgdsonline.gov.in/Reg_validation.aspx લિંક પર ક્લિક કરો
- ત્યાં Registration કરવાનું રહેશે,તમામ સાચી વિગતો દાખલ કરીને Submit પર ક્લિક કરો.
- Submit કર્યા બાદ આ https://indiapostgdsonline.in/ref_validation.aspx લિંક થી લોગીન કરો
- ત્યાર પછી Application Form ભરો અને ચલણ (ફી) ભરો.
- બસ આટલું કરો એટલે તમારું GDS માં ફોર્મ ભરાઈ ગયું. પછી Print Application પર ક્લિક કરીને print મેળવી શકો છો.
અગત્યની લીંક
ભરતી નોટિફિકેશન માટે : | અહી ક્લિક કરો. |
રજીસ્ટ્રેશન માટે : | અહી ક્લિક કરો. |
અરજી કરવા માટે : | અહી ક્લિક કરો. |
ફી સ્ટેટ્સ માટે : | અહી ક્લિક કરો. |
વધુ માહિતી માટે : | અહી ક્લિક કરો. |
અન્ય માહિતી
ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.