જુનિયર કલાર્ક અને તલાટીની તૈયારી કરતા મિત્રો માટે એક ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. 29 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કના પેપર ફૂટવાની ઘટના બાદ વિદ્યાર્થીઓનો તૈયારી કરવા પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો. ત્યાર ફરી એકવાર આ સમાચાર ખુશીનું મોજુ પ્રસારી દેશે. વિગતે વાંચો શું છે નવા સમાચાર?
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા તારીખ જાહેર
આજે હસમુખ પટેલ સરે Twitter પર ટ્વીટ કરીને જુનિયર ક્લાર્ક પરીક્ષાની સંભવિત તારીખ અંગે જાહેરાત કરી છે. તેમણે કરેલી ટ્વીટ મુજબ “જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.” અહી તેમણે કરેલી ટ્વીટ જોઈ શકો છો.
પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 15, 2023
થોડા સમય પહેલાં જ હસમુખ પટેલ સરે Twitter પર ટ્વીટ કરીને જુનિયર ક્લાર્કની નવી પરીક્ષા તારીખ અંગે જાહેરાત કરી છે. તેમણે કરેલી ટ્વીટ મુજબ “જુનિયર ક્લાર્કની પરીક્ષાનું એપ્રિલ મહિનામાં આયોજન કરવામાં આવશે.” અહી તેમણે કરેલી ટ્વીટ જોઈ શકો છો.
મેં પંચાયત પસંદગી મંડળ નો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 6, 2023
હસમુખ પટેલ સર સંભાળશે પંચાયત પસંદગી મંડળનો ચાર્જ
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની તારીખ જાહેર કર્યાની સાથે હસમુખ પટેલ સરે પંચાયત પસંદગી મંડળનો ચાર્જ સંભાળ્યાની જાહેરાત કરી છે. આ એજ હસમુખ સર છે જેમણે પોલીસ કોન્સ્ટેબલ ભરતી ૨૦૨૧-૨૨ ને સફળતા પૂર્વક આયોજિત કરી હતી.

Thank you sir