ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી તે જુનિયર કલાર્કની પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે. જુનિયર ક્લાર્ક ની આ ભરતી માટે 2022 માં ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો આતુરતાથી પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. આખરે ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર
ગઈકાલે હસમુખ પટેલ સરે જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા કાર્યક્રમ ટ્વિટ કરીને માહિતી આપી હતી. સાથે સાથે ગુજરાત પંચાયત વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર પણ આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા 9 એપ્રિલ 2023 ના રોજ યોજવામાં આવશે. ધોરણ 12 પાસ પર લેવાતી જુનિયર ક્લાર્કની આ પરીક્ષામાં નવ લાખથી વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે.
પેપર ફૂટવાને લીધે રદ્દ થઈ હતી પરીક્ષા
આમ તો જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલીક જગ્યાએથી પેપર લીક થયાના સમાચાર સામે આવતા આ પરીક્ષા રદ્દ રહી હતી.
મોટાભાગના મિત્રો પરીક્ષા આપવા માટે સેન્ટર સુધી પણ પહોંચી ગયા હતા. 9 એપ્રિલે લેવાનારી આ પરીક્ષા માટે નવા કોલ લેટર નીકળશે કે કેમ તને અંગે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી.
ક્યારે નીકળશે જુનિયર કલાર્કના કોલ લેટર
પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટીફિકેશનમાં પરીક્ષાના કોલ લેટર ક્યારે નીકળશે તેના અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.