Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

જુનિયર ક્લાર્ક માટે 254 રૂપિયા ભાડું એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યું

જે ઉમેદવારોએ એકાઉન્ટ ડિટેલ ભરેલ છે તથા એકાઉન્ટ ડીટેલ બરાબર છે તેવા તમામના એકાઉન્ટમાં રૂપિયા 254 જમા થઈ ગયેલ છે. આવતીકાલે વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવશે.



ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક- ૧૨/૨૧૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેંદ્ર ખાતે જવા-આવવાના ખર્ચ પેટે ઉચ્ચક ₹ 254/- ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઇન આપવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તા ૦૯-૦૪-૨૦૨૩ ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારોના ડેટાનું મેળવણું કરી, અંદાજે ૨૦ થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન ઉમેદવારના ખાતામાં ઉપરોકત રકમ જમા આપવાનું આયોજન છે. જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારોએ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ડાઉનલોડ કર્યા બાદ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના બેંક ખાતાની વિગત અંગેના ઓનલાઇન ફોર્મમાં વિગતો ભરવાની રહેશે.

જુનિયર ક્લાર્ક માટે 254 રૂપિયા ભાડું લેવા કેવી રીતે ફોર્મ ભરવું?

જુનિયર ક્લાર્ક માટે 254 રૂપિયા ભાડું લેવા નીચે આપેલ સ્ટેપ અનુસર ફોર્મ ભરો:

  1. સૌથી પહેલાં તમે ઓજસ ઓનલાઇન વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો 
  2. પછી, Select Job માથી જાહેરાત પસંદ કરો.
  3. ત્યાર બાદ, તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
  4. હવે Ok બટન પર ક્લિક કરો અને ફોર્મ ભરવા માટે નીચે આપેલ વિગતો દાખલ કરવાની રહેશે:

ઉપર જણાવ્યા મુજબ વિગતો દાખલ કરીને નીચે Submit બટન પર ક્લિક કરો. અને પ્રિન્ટ ડાઉનલોડ કરો.

2 thoughts on “જુનિયર ક્લાર્ક માટે 254 રૂપિયા ભાડું એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યું”

Leave a Comment