ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાના કોલ લેટર અંગે મહત્વની સૂચના પ્રસારિત કરવામાં આવી છે. હસમુખ પટેલ સરે ટ્વિટ કરીને જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ કરવાનું તારીખ જાહેર કરી છે. અગાઉ જૂની લિંક પરથી કેટલાક મિત્રોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા હતા જેના અંગે પણ ટ્વીટમાં માહિતી આપેલ છે.
જુનિયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર તારીખ
હસમુખ પટેલ સરે કરેલી ટ્વીટ પ્રમાણે જોઈએ તો કોલ લેટર 31 માર્ચ 2023 ડાઉનલોડ કરી શકાશે.
ટેકનિકલ ખામીને કારણે જૂની લીંક પર ડાઉનલોડ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર રદ કરવામાં આવેલ છે. તારીખ 31 માર્ચથી માન્ય કોલ લેટર બહાર પાડવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 20, 2023

ટેકનિકલ ખામીને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર જૂની લીંક ઉપર ડાઉનલોડ થતા હતા તે ખામી દૂર કરી દેવામાં આવેલ છે અને હવે કોઈ કોલ લેટર ડાઉનલોડ થતા નથી. કોલ લેટર બહાર પાડવામાં આવશે ત્યારે ઉમેદવારોને વેબસાઈટના માધ્યમથી અગાઉથી જાણ કરવામાં આવશે.
GPSC દ્વારા મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવા બાબત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા.09 એપ્રિલ 2023ના રોજ જુનિય૨ ક્લાર્ક (વહીવટ/હિસાબ) ની પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોઈ. આયોગ દ્વારા તા. 02, 09, 16 એપ્રિલ-2023ના રોજ યોજાના૨ (જા.ક્ર. 20/2022-23) ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. મુખ્ય પરીક્ષાની નવી તારીખ નિયત થયેથી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા વિનંતી છે.
- ઉપર જણાવ્યા મુજબ પરીક્ષા મોકૂફ માહિતી અંગે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- જુનીયર કલાર્ક પરીક્ષા તારીખ માટેની ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- જુનીયર કલાર્ક પરીક્ષા તારીખ માટેની જૂની ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- જુનીયર કલાર્ક પરીક્ષાની અગત્ય ની અપડેટ્સ મેળવવા ઓફિસિયલ વેબસાઈટ ચેક કરવા માટે અહીં ક્લિક કરો
જુનિયર ક્લાર્ક માટે અગત્યની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો comment માં જણાવજો.
આ વખતે પણ exam center દૂર આવશે?
એવું જ લાગી રહ્યું છે.