આવા કોયડા ખાસ એવા લોકો માટે છે જે પોતાના મગજનો પૂરેપૂરો ઉપયોગ કરવા માંગે છે. જે લોકો સામાન્ય લોકોની સાપેક્ષે વધુ મગજ કશે છે, તે આવા કોયડાને માત્ર કેટલીક સેકંડોમાં જ ઉકેલી નાખે છે. આવા કોયડાનો વધુ અભ્યાસ કરવાથી મગજ તાર્કિક રીતે વિચારતા શીખે છે. મગજ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો પણ આસાનીથી સામનો કરી શકે તેવો વિકાસ કરી લે છે. એક પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવતા વ્યક્તિ બનવા માટે આવા વધુને વધુ કોયડા સોલ્વ કરો.
હવે વાત કરીએ આ કોયડાની તો, તમે માત્ર બે દિવાસળીને તેના સ્થાનથી સરકાવી શકો છો. તેનાથી વધુ દિવાસળીને તેની જગ્યાએ થી ખસેડી નહિ શકો.
દિવાસળીનો કોયડો
આ કોયડાને સોલ્વ કરવા માટે તમે દિવાસળીને કાઢી પણ શકો છો. પરંતુ ધ્યાનમાં રહે કે બરાબરની જમણી અને ડાબી બાજુની કિંમત સમાન થાય.
ઉપરના ચિત્રને પહેલી નજરે જોતા તો એવું જ લાગતું હશે કે 1+1=6 કઈ રીતે થાય. પરંતુ માત્ર થોડુક મગજ કશો એટલે તરત જ જવાબ તમારી સામે હશે.
શું હજુ પણ કોયડો સોલ્વના કરી શક્યા? તો વાંધો નહિ હવે જોઈએ કે આ કોયડાનો શું જવાબ મળશે? અને એ પણ જોઈએ કે આ જવાબ કઈ રીતે આવશે?
દિવાસળી વાળા કોયડાનો ઉકેલ
આ કોયડાના બે ઉકેલ છે જે અહી આપેલ છે.
1. આપેલી શરત પ્રમાણે 6 ના અંકમાંથી એક દિવાસળીને કાઢો અને એક દિવાસળીને ખસેડો. આમ કરવાથી 6 ની જગ્યાએ 2 બની જશે. જેથી કોયડાનો સાચો જવાબ મળી જશે: 1+1=2

2. આ ઉકેલમાં + (સરવાળા)ની નિશાની માંથી ઊભી દિવાસળી કાઢી નાખો જેથી ત્યાં – (બાદબાકી)ની નિશાની બની જશે. જ્યારે 6 માં વચ્ચે આવેલી દિવાસળી ખસેડો જેથી તે 0 બની જશે. આમ, 1-1=0

આશા રાખીએ કે આ કોયડો તમને પસંદ આવ્યો હશે. તમારી પાસે કોઈ અલગ જવાબ હોય તો Comment માં લખી જણાવશો.