મિની ટ્રેકટર લોન યોજના હેઠળ આદિજાતિના ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ખેડૂતોને સ્વરોજગારી યોજના હેઠળ મિની ટ્રેકટરના હેતુ માટે રૂપિયા 2,70,000 ની લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકે, અને પગભર થઇ શકે તે માટે સરકારે આ યોજના શરૂ કરી છે.
મિની ટ્રેકટર લોન યોજનાનો લાભ કોણ લઈ શકે?
મિની ટ્રેકટર લોન યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ:
- અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે.
- લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. (ચૂંટણીકાર્ડની તેમજ આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે)
- લાભાર્થીએ જે મીની ટ્રેકટર ના હેતુ માટે (ધંધો/રોજગાર) ધીરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધી હોવી જોઇશે. આ અંગે મીની ટ્રેકટર (વાહન ચલાવવાનાનો) કામ કર્યા નો અનુભવ હોવો જોઇશે અને અને તે અંગેના તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. તથા વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ તેમજ બેઝ રજૂ કરવાનું રહેશે.
- અરજદારની કૌટુમ્બિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦ થી વધતી ન હોય તેવાને આ યોજનાનો લાભ મળશે.
મિની ટ્રેકટર લોન યોજના માં લાભાર્થીને કેટલો લાભ મળશે?
- આ યોજનામાં લાભાર્થીને રૂપિયા 2 લાખ 70 હાજર ની મર્યાદામાં લોન આપવામાં આવે છે.
લાભાર્થી ફાળો
- આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના ૧૦ ટકા પ્રમાણે ભરવાનો રહે છે.
મિની ટ્રેકટર લોન યોજના માં વ્યાજનો દર કેટલો છે?
- સ્વરોજગારી યોજના માં વાર્ષિક ૪ ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના ૨ ટકા દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે
મિની ટ્રેકટર લોન યોજના માં લોન પરત કરવાનો સમય ગાળો કેટલો આપવામાં આવે છે?
- ૨૦ ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઇ કરવાની રહેશે.
- લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.
મિની ટ્રેકટર લોન યોજના માં અરજી ફોર્મ કોના દ્વારા મોકલવી?
- આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે.
- જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
મિની ટ્રેકટર લોન યોજના નું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?
- જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
- જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https:// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.
ઉપર જણાવેલ માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવવું.
આ યોજનાનો લાભ ફકત આદિ જાતિ માટે જ છે? કે અન્ય બક્ષીપંચ કે સામાજિક શૈ્ષણિક પછાત જાતિ ને પણ લાભ મળી શકે…. જણાવવા વિનંતી