રાજ્ય પરીક્ષા બોર્ડના ક્રમાંક:રાપબો/NMMS/2022/12476-12562, તા.09/12/2022 થી પ્રસિદ્ધ થયેલ પરિપત્ર અન્વયે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ પરીક્ષા-2022, તા: 12/02/2023 ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરીણામ www.sebexam.org પર જાહેર કરવામાં આવે છે.
NMMS પરીક્ષા રિઝલ્ટ
- પરીક્ષા : NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના)
- પરીક્ષા તારીખ : 12/02/2023
NMMS પરીક્ષા રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
NMMS પરીક્ષા રિઝલ્ટ ચેક કરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો:
- સૌથી પહેલાં તમે રાજ્ય પરીક્ષા બોર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
- હવે તમારું પરિણામ મેળવવા માટે તમારો “Confirmation number” અને “જન્મ તારીખ” Enter કરો અથવા તમારો “Confirmation number” અને આધાર ડાયસ નંબર “Enter” કરો.
- પછી “સબમિટ” પર ક્લિક કરો.
ક્વૉલીફાઇઞ ગુણ તથા મેરીટ યાદી તૈયાર કરવા અંગેના નિયમો:
- NMMS પરીક્ષામાં બન્ને વિભાગના મળીને કુલ ગુણમાંથી લઘુતમ ગુણ જનરલ, EWS તેમજ ઓ.બી.સી. કેટેગરી માટે ૪૦% ગુણ (૭૨ ગુણ), એસ.સી, એસ.ટી તથા PH કેટેગરી માટે ૩ર% ગુણ (૫૮ ગુણ) ક્વોલીફાઇંગ ગુણ તરીકે ગણવામાં આવેલ છે.
- NMMS પરીક્ષામાં બન્ને વિભાગના ગુણના સરવાળાને કુલ ગુણ ગણી, તે મુજબ મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે.
- NMMS પરીક્ષામાં જિલ્લાવાર નિયત થયેલ ક્વોટામાં સમાવિષ્ટ થવા માટે એક સરખા ગુણ ધરાવતા હોય તેવા એક કરતા વધુ વિધાર્થીઓ હોય તો તેમની જન્મ તારીખ ધ્યાને લઇ ઉંમરમાં મોટા હોય તે વિધાર્થીને અગ્ર ક્રમ આપવામાં આવે છે.
- જો આવા વિધાર્થીઓની જન્મ તારીખ પણ એક સરખી હોય ત્યારે તેમના નામના પ્રથમ અંગ્રેજી મુળાક્ષર મુજબ (A,B,C,D) પ્રમાણે અગ્ર ક્રમ આપવામાં આવે છે.
- વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક વેબસાઇટ પર આપેલ “Result” ઓપ્શનમાં વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
- NMMS પરીક્ષામાં શિક્ષા મંત્રાલય ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યના વિધાર્થીઓ માટે ફાળવવામાં આવેલ કુલ ૫૦૯૭ ના ક્વૉટાને જિલ્લાવાર જનરલ, એસ.સી, એસ.ટી તથા તે પૈકી પી.એચ અનામત પ્રમાણે શિષ્યવૃતિ ક્વૉટા વહેંચી, જિલ્લાવાર કેટેગરીવાર કટ ઓફ માર્કસની વિગતો દિન-૭ માં વેબસાઇટ ઉપરથી જાણી શકાશે.
આ પોસ્ટ વિશે તમને કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.