Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

13 કરોડ પાનકાર્ડ થઈ શકે છે બંધ, ક્યાંક તમારું પાનકાર્ડ પણ બંધ ન થઈ જાય

છેલ્લા કેટલાય સમયથી સરકાર પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવા માટે સૂચના આપી રહી છે, તેમ છતાં પણ કેટલાય પાનકાર્ડ ધારકોએ પોતાનું પાનકાર્ડ હજુ સુધી લિંક કર્યું નથી. આખરે સરકાર હવે આ બધા જ પાનકાર્ડ ધારકોના પાનકાર્ડ બંધ કરવાનુ વિચારી રહી છે.

31 માર્ચે સુધી પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરી શકાશે

Central Board of Direct Taxes (CBDT) દ્વારા જણાવ્યા મુજબ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે કરવા માટે ઘણા સમયથી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. 31 માર્ચ 2022 સુધીમાં પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જીસ લેવામાં આવતો ન હતો.

ત્યારબાદ સરકારે ફરીથી ₹1000 ના ચાર્જ સાથે પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ ચાલુ રાખી હતી. આ પ્રોસેસ 31 માર્ચ 2023 સુધી ચાલુ રહેશે, ત્યારબાદ પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી શકાશે નહીં.

Income tax India એ ટ્વીટ કરીને જણાવ્યું કે, ” पैन और आधार को लिंक करने की आखिरी तारीख नज़दीक है! आयकर अधिनियम,1961 के अनुसार, सभी पैन धारकों के लिए, जो छूट की श्रेणी में नहीं आते हैं,31.3.23 से पहले अपने पैन को आधार से जोड़ना अनिवार्य है। 1.4.23 से जो पैन आधार से नहीं लिंक किए गए हैं,निष्क्रिय हो जाएंगे। कृपया आज लिंक करें! 

IT વિભાગ દ્વારા પાન ને આધાર કાર્ડ થી લિંક કરવા માટે છેલ્લી તારીખની 28 ફેબ્રઆરીના રોજ ટ્વીટ કરીને સૂચના આપવામાં આવી છે. જે ટ્વીટ તમે નીચે જોઈ શકો છો

31 માર્ચ પછી પાનકાર્ડ ડીએક્ટિવ થઈ જશે

CBDT દ્વારા જણાવ્યા મુજબ જો 31 માર્ચ સુધી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નહિ આવે તો તેવા પાનકાર્ડ ડીએક્ટિવ કરી દેવા આવશે. એકવાર પાનકાર્ડ ડીએક્ટિવ થઈ ગયા બાદ, ફરીથી તે કાર્યરત નહિ થઈ શકે. આ સાથે જ પાન કાર્ડની બિઝનેસ અને ટેક્સ સંબંધિત બધી સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે.

જણાવી દઈએ કે ભારતમાં કુલ 61 કરોડ PAN કાર્ડ માંથી અત્યાર સુધીમાં લગભગ 48 કરોડ પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. 13 કરોડ લોકો એવા છે જેમના પાન કાર્ડ હજુ સુધી લિંક થયા નથી.

તમારૂ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે?

શું તમે તમારૂ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરી દીધું છે? જો તમને ખ્યાલ ન હોય તો તમે અહી ક્લિક કરીને જાણી શકો છો, કે પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થયેલ છે કે નહિ?

જો તમે હજુ સુધી પાન કાર્ડ સાથે આધારકાર્ડને લિંક ન કર્યું હોય તો આ પોસ્ટમાં પાન કાર્ડને આધારકાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તેના વિશે માહિતી આપી છે.

તમારા મનમાં આ આર્ટિકલ અંગે કોઈ પણ સમસ્યા હોય તો Comment માં લખીને જણાવી શકો છો.

1 thought on “13 કરોડ પાનકાર્ડ થઈ શકે છે બંધ, ક્યાંક તમારું પાનકાર્ડ પણ બંધ ન થઈ જાય”

Leave a Comment