Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

હવે તમે વિદેશમાં પણ PhonePe થી ટ્રાન્ઝેક્શન કરી શકો છો, જાણો કેવી રીતે

ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe એ ગ્રાહકો માટે ઉપયોગી એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની શરૂઆત બાદ હવે તમે PhonePe દ્વારા વિદેશમાં સરળતાથી પેમેન્ટ કરી શકશો.

PhonePe UPI ઈન્ટરનેશનલ પેમેન્ટ

ભારતના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe એ તેના યુઝર્સ માટે એક નવી સુવિધા લોન્ચ કરી છે. PhonePeમાં ઉમેરાયેલા આ નવા ફીચરની મદદથી યુઝર્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ મુસાફરી કરતી વખતે UPI દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકશે. આનો અર્થ એ થયો કે PhonePe હવે તમને વિદેશમાં (UPI ઇન્ટરનેશનલ) ટ્રાન્ઝેક્શન કરવામાં પણ મદદ કરશે. તમને જણાવી દઈએ કે PhonePe પહેલી એવી કંપની બની ગઈ છે જેણે યુઝર્સ માટે આ ઉપયોગી ફીચર લોન્ચ કર્યું છે.

Money9ના અહેવાલ મુજબ, આ ફીચર વિદેશમાં મુસાફરી કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. હવે તમે વિદેશ પ્રવાસ દરમિયાન PhonePe એપ પર UPI દ્વારા વિદેશી વેપારીઓને સરળતાથી પેમેન્ટ કરી શકશો. આ વ્યવહાર એ જ રીતે કાર્ય કરશે જે રીતે તમારું આંતરરાષ્ટ્રીય ડેબિટ કાર્ડ કામ કરે છે અને તમારા બેંક ખાતામાંથી વિદેશી ચલણ કાપવામાં આવે છે.

PhonePe દ્વારા UAE, મોરેશિયસ, સિંગાપોર, ભૂટાન અને નેપાળ કે જેઓ સ્થાનિક QR કોડ ધરાવે છે તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. UPI ઇન્ટરનેશનલ સેવા આગામી સમયમાં અન્ય દેશોમાં પણ બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે. હવે આ સુવિધા શરૂ થયા બાદ વિદેશમાં ચુકવણી માટે ક્રેડિટ કાર્ડ કે ફોરેક્સ કાર્ડની જરૂર નહીં પડે.

ઈન્ટરનેશનલ પેમેન્ટ સેવા કેવી રીતે કામ કરશે?

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે UPI ઈન્ટરનેશનલ પેમેન્ટ કરવા માટે, PhonePe યુઝરને સૌથી પહેલા એપ સાથે લિંક કરેલ તેના UPI સાથે જોડાયેલા બેંક એકાઉન્ટને એક્ટિવેટ કરવું પડશે. કંપનીએ જણાવ્યું કે આ ફીચર ટ્રિપ પર જતા પહેલા અથવા લોકેશન પર પહોંચ્યા પછી પણ કરી શકાય છે. આ સેવાને ચાલુ કરવા માટે ફક્ત તમારે UPI પિન દાખલ કરવાની જરૂર પડશે.

અન્ય માહિતી

PhonePe UPI ઈન્ટરનેશનલ પેમેન્ટ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment