ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહેલા મિત્રો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાત અંગેની વધુ વિગતો નીચે પ્રમાણે છે.
ક્યારે આવશે પોલીસની ભરતી?
તાજેતરમાં પોલીસ ભરતી ૨૦૨૧-૨૨ માં પસંદગી પામેલ ઉમેદવારોને હાજર કરી દેવામાં આવ્યા છે, ત્યારે ઘણા બધા યુવાન નવી ભરતી ની રાહ જોઈને બેઠા છે.
વિધાનસભામાં હર્ષ સંઘવીએ કરેલી જાહેરાત મુજબ 8000 થી વધુ જગ્યાઓ માટે ભરતી આવશે. વધુમાં તેમને કહ્યું કે, આ ભરતીનું પ્રેક્ટીકલ ઉનાળો પૂર્ણ થયે લેવામાં આવશે.