ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે ચિત્ર પરીક્ષા મોકૂફ રાખી છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિકની ચિત્ર પરીક્ષા મોકૂફ રાખવામાં આવશે. તેમજ 1 અને 2 એપ્રિલના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડની ડ્રોઇંગ પરીક્ષા યોજાવાની હતી. વાર્ષિક પરીક્ષાના આયોજનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચિત્ર પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે
શાળાઓમાં 3 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થશે. સાથે જ ડ્રોઈંગ પરીક્ષાની નવી તારીખ પણ જાહેર કરવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યમાં લેવાનારી પ્રાથમિક અને માધ્યમિક બોર્ડની ચિત્ર પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 1 અને 2 એપ્રિલના રોજ પ્રાથમિક અને માધ્યમિક ચિત્રની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, રાજ્યમાં 3 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થતી હોવાના કારણે આ પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં ડ્રોઈંગ પરીક્ષાની નવી તારીખો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
આ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું