બિપોરજોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ દ્વારા 48 કલાકની વધુ આગાહી કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી 48 કલાક સુધી ગુજરાતનાં ભાગોમાં વરસાદ થશે.
તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાનનાં ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતને જોડતી નદીઓમાં પણ પુરની આગાહી કરવામાં આવી છે. ત્યારે પૂર્વ તરફ વાવાઝોડું આગળ વથતા બંગાળનાં ભેજને આકર્ષશે.
બંગાળનાં ઉપસાગરમાં 21, 28 જૂન અને પહેલી જુલાઈએ હવાનું દબાણ થશે
20 થી 24 સુધીમાં દેશનાં મધ્યભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. મહારાષ્ટ્રનાં વિદર્ભ સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. 25 થી 27 તારીખ સુધી ગુજરાતનાં ભાગો સુધી વરસાદ આવે તેવી શક્યતા છે. તેમજ બંગાળનાં ઉપસાગરમાં 21, 28 જૂન અને પહેલી જુલાઈએ હવાનું દબાણ થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં 21 થી 23 જૂન સુધી વરસાદ થઈ શકે છે.
માંડવીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
વાવાઝોડું ગયું હોવા છતાં કચ્છમાં વરસાદનો દોર યથાવત છે. ત્યારે માંડવીમાં 8.5 ઈંચ, અંજારમાં આખા દિવસનો 8 ઈંચ વરસાદ, ભચાઉમાં આખા દિવસનો કુલ 8 ઈંચ વરસાદ તેમજ ભુજમાં મેઘ સવારી ચાલુ રહેતા રાત સુધીમાં કુલ 7 ઈંચ વરસાદ. જ્યારે રાપરમાં સવારથી લઈને સાંજ સુધીમાં 6 ઈંચ વરસાદ, અને ગાંધીધામમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.