તલાટીની તૈયારી કરતા મિત્રો માટે એક ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તલાટીની પરીક્ષા 23 એપ્રિલ ના રોજ લેવાની હતી પરંતુ તે બદલીને 30 એપ્રિલ કરવામાં આવી છે.
હસમુખ સરે તાજેતરમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.” આ સમાચાર ખુશીનું મોજુ પ્રસારી દેશે. વિગતે વાંચો શું છે નવા સમાચાર?
તલાટી ની પરીક્ષા તારીખ જાહેર
આજે હસમુખ પટેલ સરે Twitter પર ટ્વીટ કરીને તલાટી પરીક્ષાની તારીખ અંગે જાહેરાત કરી છે. તેમણે કરેલી ટ્વીટ મુજબ ” મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.” અહી તેમણે કરેલી ટ્વીટ જોઈ શકો છો.
મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 23, 2023
તલાટી પરીક્ષા ની તારીખ જાહેર કર્યાની સાથે હસમુખ પટેલ સરે પંચાયત પસંદગી મંડળનો ચાર્જ સંભાળ્યાની જાહેરાત કરી છે. આ એજ હસમુખ સર છે જેમણે પોલીસ કોન્સ્ટેબલ ભરતી ૨૦૨૧-૨૨ ને સફળતા પૂર્વક આયોજિત કરી હતી.