તલાટીની તૈયારી કરતા મિત્રો માટે એક ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. 29 જાન્યુઆરી ના રોજ લેવાની હતી અને પરીક્ષા તારીખ રદ કરવામાં આવી હતી. અને ફરી થી સંભવિત તારીખ 23/04/2023 હસમુખ પટેલે ટ્વીટ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આજે ફરી એકવાર નવી સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. આ સમાચાર ખુશીનું મોજુ પ્રસારી દેશે. વિગતે વાંચો શું છે નવા સમાચાર?
તલાટી પરીક્ષા ની સંભવીત તારીખ જાહેર
જિલ્લા વિકાસ અધિકારીશ્રી,અમદાવાદ ના તારીખ ૦૩/૦૩/૨૦૨૩ ના પત્ર અન્વયે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર, દ્વારા દ્વારા આયોજિત તલાટી કમ-મંત્રી ની પરિક્ષા સંભવિત તા.૩૦/૦૪/૨૦૨૩ ના રોજ આયોજિત હોવાથી આપના દ્વારા અગાઉ આપેલ સંમતી ને તારીખ ૩૦/૪/૨૦૨૩ માટે માન્ય રાખેલ છે.
અહી તમે તલાટી પરીક્ષા ની સંભવિત તારીખ અને તમામ શાળાઓની પરીક્ષા કેન્દ્ર માટેની અગાઉ આપેલ સંમતી પત્રક આપેલ છે તે જોઈ શકો છો;
પરિપત્ર માં જણાવ્યા મુજબ; “આથી કચેરી આદેશ કરવામાં આવે છે કે અમદાવાદ શહેરના આચાર્યીઓને / કેન્દ્ર સંચાલકશ્રીઓ ને જણાવવાનું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર. દ્વારા દ્વારા આયોજિત તલાટી કમ મંત્રીની પરિક્ષા સંભવિત તા.૨૩/૦૪/૨૦૨૩ના રોજ લેવાનાર હતી. સદર પરિક્ષા માટે કેન્દ્ર ની સંમતી આપના દ્વારા આપવામાં આવેલ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી,અમદાવાદ ના તારીખ– ૦૩/૦૩/૨૦૨૩ ના પત્ર અન્વયે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર, દ્વારા દ્વારા આયોજિત તલાટી કમ-મંત્રી ની પરિક્ષા સંભવિત તા.૩૦/૦૪/૨૦૨૩ ના રોજ આયોજિત હોવાથી આપના દ્વારા અગાઉ આપેલ સંમતી ને તારીખ – ૩૦/૪/૨૦૨૩ માટે માન્ય રાખેલ છે.
પરંતુ વધુમાં અમદાવાદ શહેર ની શાળાઓના આચાર્યશ્રીઓને / કેન્દ્ર સંચાલાશ્રીઓ જણાવવાનું કે તારીખ ૩૦/૪/૨૦૨૩ ની સદર પરિક્ષામાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ શહેરની પૂર્વ મંજુરી સિવાય અન્ય કોઈ એજન્સીને પરીક્ષા કેન્દ્ર ન ફાળવવા જણાવવામાં આવે છે. અનિવાર્ય સંજોગોમાં કોઈ પણ શાળાને પરીક્ષા લેવા બાબતે પ્રતિકુળતા હોય તો જીલ્લા શિક્ષણધિકારીની દિન- ૦૨ માં વ્યાજબી કારણ અને તેના આધારો રજુ કરી પરીક્ષા કેન્દ્ર રદ કરવા માટે રૂબરૂ પરવાનગી લેવાની રહશે . બીડેલ યાદી પૈક્કી અને અન્ય શાળાઓ દ્વારા પરીક્ષા કેન્દ્ર માટે લેખિત મુક્તિ સમય મર્યાદામાં મેળવવામાં નહિ આવે તો તમામ શાળાઓની પરીક્ષા કેન્દ્ર માટેની અગાઉ આપેલ સંમતી પત્રક મુજબની સંમતી છે તેમ માનવામાં આવશે.”