છેલ્લા ઘણા સમયથી TAT (S) ધોરણ 9 અને 10 ની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી 4 જૂને પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવશે. તો 18 જૂને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. નવી પદ્ધતિ અનુસાર સિલેબસ નીચે મુજબ આપેલ છે:
TAT (S) સિલેબસ 2023
કસોટી/પરીક્ષાનું દ્વિસ્તરીય સ્વરૂપ: “શિક્ષક અભિરુચિ કસોટી” પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.
- પ્રાથમિક પરીક્ષા :- આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે.
- મુખ્ય પરીક્ષા :- આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.
પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam)નું સ્વરૂપ :
પ્રાથમિક પરીક્ષા ૨૦૦ ગુણની MCQ (Multiple Choice Question) આધારિત હશે. જેમાં ૧૦૦ ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એકસરખો રહેશે અને ૧૦૦ ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજીયાત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબદીઠ ૦.૨૫ માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન(Negative Marking)રહેશે.
- આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧માં ૧૦૦પ્રશ્નો રહેશે તથા વિભાગમાં ૧૦૦ પ્રશ્નો રહેશે.
- આ કસોટીમાં કુલ-૨૦૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનિટનો રહેશે.
- આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની(Multiple Choice Question) OMR આધારીત રહેશે.
- આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
- દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
- દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ (માઈન્સ) નકારાત્મક મૂલ્યાંકન રહેશે.
વિભાગ-૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)
સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો | ૨૦ પ્રશ્નો | ૨૦ ગુણ |
શિક્ષક અભિયોગ્યતા | ૩૫ પ્રશ્નો | ૩૫ ગુણ |
તાર્કીક અભિયોગ્યતા | ૧૫ પ્રશ્નો | ૧૫ ગુણ |
ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય) | ૧૫ પ્રશ્નો | ૧૫ ગુણ |
અંગ્રેજી ભાષાની જાણકારી(ધોરણ-૧૨સુધી) | ૧૫ પ્રશ્નો | ૧૫ ગુણ |
કુલ | 100 પ્રશ્નો | 100 ગુણ |
વિભાગ-ર ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)
(અ) વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)
- સંબંધિત વિષયના ધોરણ-૯ થી ૧૦ ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે.
(બ) વિષયવસ્તુ આધારીત પદ્ધતિના પ્રશ્નો (20 પ્રશ્નો) (20 ગુણ)
મુખ્ય કસોટી(Mains Exam)નું સ્વરૂપ:
પ્રાથમિક કસોટીમાં cut off કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યીશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે.
આ આર્ટિકલ વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું
Sanskrit vadav ne mains exam kai rite aavse.bhasa hoy ena mate
વિગતવાર પરિપત્ર આવશે
Negative marking chhe to sir, ans.na aapvo hoy to option( E) hase ke nahi
Ha E option હશે