Telegram Ban In India | ટેલિગ્રામના સ્થાપક અને CEO પાવેલ ડુરોવની ધરપકડની ચર્ચા આખા વિશ્વમાં ચાલી રહી છે. તેમની ધરપકડ બાદ Telegram નો રસ્તો મુશ્કેલ દેખાઈ રહ્યા છે. મળતા અહેવાલ મુજબ, ભારત સરકારે ટેલિગ્રામ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. જો બધું જ નિયમો મુજબ નહિ જણાય તો ભારતમાં Telegram પર પ્રતિબંધ મુકવાની સ્થિતિ આવી શકે છે.
ઇલોન મસ્કે પણ પાવેલ ડુરોવની ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઈન્સ્ટાગ્રામ પર પણ બાળ શોષણ જેવા મામલા પ્રકાશમાં આવ્યા છે, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. કારણ સ્પષ્ટ છે કે માર્ક ઝકરબર્ગ સરકારોની સૂચનાઓ પર કામ કરે છે.
ભારતમાં ટેલિગ્રામનું ભવિષ્ય? | Telegram Ban In India
ભારત સરકારના ગૃહ મંત્રાલય અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeetY) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પહેલા પણ ખોટી પ્રવૃત્તિઓમાં ટેલીગ્રામનું નામ આવી ચૂક્યું છે. આવી સ્થિતિમાં, સરકાર માટે Telegram પર પ્રતિબંધ મૂકવો એ કોઈ મોટી વાત નથી, ભારતમાં ટેલિગ્રામનું ભવિષ્ય તપાસ એજન્સીઓની તપાસ પર નિર્ભર કરે છે. ટેલિગ્રામની Privacy પણ ઘણી વખત પ્રશ્નના ઘેરામાં આવી છે.
પાવેલ ડુરોવની ફ્રાન્સમાં ધરપકડ
આ તપાસ ફ્રાન્સમાં ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવની ધરપકડના એક દિવસ બાદ થઈ છે. અહેવાલો અનુસાર, ફ્રાન્સના OFMIN એ ટેલિગ્રામના CEOની છેતરપિંડી, ડ્રગ હેરફેર, સાયબર ધમકી, અપરાધ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરી છે. ફ્રેન્ચ સરકારના જણાવ્યા અનુસાર, CEO પાવેલ ડુરોવ Moderation Policies ને યોગ્ય રીતે લાગુ કરવામાં નિષ્ફળ ગયા. Telegram Ban In india
હવે પાવેલ ડુરોવનું શું થશે? | Telegram Ban In india
આ પ્રશ્ન હજુ પણ યથાવત છે. જો તેમની સામે ચાલી રહેલી તપાસ સાચી નીકળે તો તેમને 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેમને દંડ પણ ભરવો પડી શકે છે.
UGC-NEET પેપર પણ Telegram પર લીક થયું હતું
ટેલિગ્રામને ભૂતકાળમાં ખોટી માહિતી ફેલાવવા અને ખોટી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે. UGC-NEET વિવાદમાં મેડિકલ એન્ટ્રન્સ examનું પેપર લીક થયું હતું અને તેને Telegram પર પણ શેર કરવામાં આવ્યું હતું. આ પેપર Telegram પર રૂ. 5,000 થી રૂ. 10,000ની વચ્ચે વેચાઇ રહ્યું હતું.
આ બધી ચર્ચાઓ વચ્ચે Telegram નો Hastag પણ X (Twitter) પર ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે.