Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

TET 1 અને 2 ની પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

TET – I અને TET – II પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 21/10/2022 થી OJAS ઓફિસિયલ વેબસાઇટ પર શરૂ થયા હતા. જેમાં, રાજ્યમાથી ધોરણ ૧ થી ૫ ની ટેટ-૧ માટે ૯૭ હજાર જેટલા અને ધોરણ ૬ થી ૮ માટે ની ટેટ-૨ માટે ૨.૭૯ લાખ જેટલા ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II)-૨૦૨૨ સુધારેલું જાહેરનામું

TET – II પરીક્ષા માટે આજે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યું છે, જેમાં શૈક્ષણિક લાયકાત માં નવો ઉમેરો કરવામાં આવ્યો છે, જેથી તે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ફોર્મ રીઓપન કરવામાં આવ્યા છે, એટલે કે નોટિફિકેશનમાં જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકસે.

પરીક્ષા : TET ટીચર એલીજીબીલીટી ટેસ્ટ

  • ફોર્મ શરૂ થવાની તા. : 20/03/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 29/03/2023

પરીક્ષા તારીખ :

TET – I પરીક્ષા તારીખ : 16/04/2023
TET – II પરીક્ષા તારીખ : 23/04/2023

શૈક્ષણિક લાયકાત નોટિફિકેશન: અહીથી અહીં થી વાંચો 18/03/2023


ટેટ-૧ અને ૨ એપ્રિલ અંતમાં યોજવાનું આયોજન

રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬થી ૮ના શિક્ષકો માટેની અભિયોગ્યતા કસોટી (ટેટ) આગામી એપ્રિલ મહિનાના અંત સુધીમા લેવાનું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જોકે ફાઈનલ તારીખ સરકારની મંજુરી બાદ જ જાહેર થશે.

ઉમેદવારો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે, ઝડપથી પરીક્ષા યોજી નવુ સત્ર શરૂ થાય એ પહેલા ભરતી કરવામાં આવે, જેથી કરીને નવા સત્રમાં ખાલી જગ્યાઓ પર શિક્ષકો પણ વિદ્યાર્થીઓને મળી શકે.

હાલમાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ૨,૬૦૦ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. અગાઉ સરકારે કરેલી જાહેરાત મુજબ પ,૩૬૦ જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૨,૬૦૦ અને બાદમાં પરીક્ષા લીધા બાદ ૨,૭૬૦ જગ્યા પર ભરતી કરાશે.

આ સમાચાર વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

2 thoughts on “TET 1 અને 2 ની પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા”

Leave a Comment