TET – I અને TET – II પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 21/10/2022 થી OJAS ઓફિસિયલ વેબસાઇટ પર શરૂ થયા હતા. જેમાં, રાજ્યમાથી ધોરણ ૧ થી ૫ ની ટેટ-૧ માટે ૯૭ હજાર જેટલા અને ધોરણ ૬ થી ૮ માટે ની ટેટ-૨ માટે ૨.૭૯ લાખ જેટલા ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.
TET 1 કોલ લેટર જાહેર
પ્રાથમિક શાળા (ધોરણ ૧થી ૫)માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી -I (TET-I) – ૨૦૨૨ (Teacher Eli- gibility Test-I (TET-I)-2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા. : ૧૬/૦૪/૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજે ૪.૩૦ કલાક દરમિયાન યોજવામાં આવશે.
આ કસોટી માટેની હોલટીકીટ તા. : ૦૬/૦૪/૨૦૨૩ (બપોરના ૦૨.૦૦ કલાક)થી તા. ૧૬/૦૪/૨૦૨૩ (બપોરના ૦૩.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
- TET 1 કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું