સ્પેશિયલ TET-1 : રાજ્ય પરીક્ષા બોર્ડે દ્વારા વિકલાંગ બાળકો માટે પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5)માં ખાસ પ્રાથમિક શિક્ષક વિધાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેનો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-1-2023 (Special Educator) Special Teacher Eligibility Test-1 (Sp.TET-1)-2023) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે.આ પરીક્ષા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ SEB ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તારીખ 24 માર્ચ સુધીમાં અરજી કરવાની રહેશે.
SEB સ્પેશિયલ TET-1 ભરતી 2023
પોસ્ટ્સ નું નામ
- (વિશેષ શિક્ષક) વિશેષ શિક્ષક પાત્રતા કસોટી-I (Sp.TET-I)
ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-I-2023 (Sp.TET-I-2023)નો કાર્યક્રમ
- જાહેરનામું બહાર પાડવાની તારીખ: 17/02/2023
- વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધવાની તારીખ: 17/02/2023
- ઉમેદવારો માટે રજીસ્ટેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો : 23/02/2023 થી 09/03/2023
- નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો : 23/02/2023 થી 13/03/2023
- પરીક્ષાનો સંભવિત માસ : એપ્રિલ મે -2023
સ્પેશિયલ TET-1 મા કોણ ફોર્મ ભરી શકશે?
- શિક્ષણ વિભાગનો તા. 17/02/2023ના નોટીફિકેશન No.KH/SH/07/PRE/112022/SF-15/K મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે ધોરણ 1 થી 5 ના ખાસ શિક્ષકો(સ્પેશ્યલ એજ્યુકેટર) માટેની રીક્ષણિક લાયકાત નીચે પ્રમાણેની રહેશે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
- ડી.એડ. RCI માન્ય સંસ્થામાંથી વિશેષ શિક્ષણમાં અને માન્ય RCI CRR નંબર ધરાવતા હોય અથવા,
- D.EL.Ed. D.Ed ની સમકક્ષ આરસીઆઈ માન્ય સંસ્થા તરફથી માન્યતા પ્રાપ્ત લાયકાત (ડિપ્લોમામાં પ્રમાણપત્ર) સાથે. વિશેષ શિક્ષણમાં અને વિકલાંગતાની સંબંધિત શ્રેણીમાં માન્ય RCI CRR નંબર ધરાવે છે.
નોંધઃ “(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-1 (Sp.TET-I) માટેની શૈક્ષણિક લાયકાત ગુજરાત સરકારશ્રી દ્વારા વખતો વખત થતા ઠરાવને આધિન રહેશે એટલે કે ગુજરાત સરકાર દ્વારા ઠરાવવામાં આવે તે રહેશે.
શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. તેથી પરીક્ષા આપી પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહી. આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.
સ્પેશિયલ TET-1 માં પરીક્ષા ફી કેટલી હોય છે?
- SC, ST, SEBC, PI,General[EWS) કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની ઔશે.આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
- સદર ફી ફક્ત પ્રથમ સ્તરની અટલે કે Sp. TET-1 ની OMR બેઇઝડ પરીક્ષા પૂરતી જ છે.
- કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ
પ્રશ્નપત્રના માધ્યમ
- પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે.
સ્પેશિયલ TET-1 માં ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌ પ્રથમ http://www.sebexam.org પર જાઓ
- ત્યાર બાદ, “Apply Online” પર Click કરવું.
- Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલ(*) ફૂંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
- Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
- હવે Save પર click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર click કરો અહીં Photo અને Signature upload કરવાના છે.
- હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને પોતાની અરજી Confirm કરવાની રહેશે
- છેલ્લે, ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા Debit CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.
સ્પેશિયલ TET-1 માં ફોર્મ ભરવા ની અગત્યની લિંક
- SEB Sp.TET-I ભરતી માં ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
- SEB Sp.TET-1 ની ઓફિસિયલ જાહેરત વાંચવા માટે : અહીં ક્લિક કરો
- જાહેરાત ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
સ્પેશિયલ TET-1 ભરતી વિષે કોઈ પણ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું