રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-2023 ની આવનારી પરીક્ષા માટે કોલલેટર જાહેર કરી દેવામાં આવ્યા છે, પરંતુ નીચે આપેલ સરનામા ભૂલ હોવાના કારણે જેતે સરનામા માં સુધારો કરવામાં આવ્યો છે જેની સંબધિત ઉમેદવારોએ નોંધ લેવી. તેવું SEB દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET – 2 પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર | નોટિફિકેશન |
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET – 2 પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર | નોટિફિકેશન |
TET-II (2023) કોલલેટર જાહેર
પ્રાથમિક શાળા(ધોરણ 6 થી 8)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી- (TET-2)-2023 (Teacher Eligibility Test-II(TET-II-2023) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.૨૧/૧૦/૨૦૨૨, તા.૦૧/૧૧/૨૦૨૨, તા.૧૩/૧૨/૨૦૨૨, તા.૧૮/૦૩/૨૦૨૩ અને તા.૩૧/૦૩/૨૦૨૩ના જાહેરનામાથી કરેલ સુધારા તથા તા.૦૬/૧૨/૨૦૨૨ અને તા.૩૦/૧૨/૨૦૨૨ના પરીપત્ર થી online આવેદનપત્રો ભરાવેલ હતા. જે અનુસંધાને TET-IIની પરીક્ષા તા:૨૩/૦૪/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજે ૫,૦૦ કલાક સુધી યોજવામાં આવશે.
આ કસોટી માટેની હોલટીકીટ તા:૧૩/૦૪/૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા:૨૩/૦૪/૨૦૨૩ બપોરે ૦૩.૦૦ કલાક સુધી http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
TET-II (2023) કોલલેટર | ડાઉનલોડ કરો |