છેલ્લા અમુક વર્ષો થી શેરબજાર નો ક્રેઝ ઘણો વધી ગયો છે. ઘણા લોકો તેમાં રોકાણ કરે છે અને વધુ સારો નફો કમાય છે, પણ શેરબજાર ખૂબ જોખમ કારક માનવામાં આવે છે. તેમાં તમે જેટલી ઝડપ થી નફો કરો છો એટલી જ ઝડપ થી નુકશાન કરો છો. એટલે જરૂરી છે કે તમે શેરબજારની દુનિયામાં પગ મૂકતા પહેલા તેના વિશે બેઝિક માહિતી જાણી લેવી.
તમે શેરબજાર માં IPO તો સાંભળ્યો જ હશે. તમામ કંપનીઓ સમયાંતરે તેમના IPO લોન્ચ કરે છે અને લોકો તેમાં તેમના પૈસા રોકે છે. જો તમે આ ફિલ્ડ માં નવા છો અને શેર માર્કેટમાં રોકાણ કરવા માંગો છો, તો અહીં અમે તમને જણાવીશું કે IPO શું છે અને તેમાં કેવી રીતે રોકાણ કરવું?
IPO શું છે?
IPO એટલે (Initial Public Offering) પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈ કંપની પ્રથમ વખત જાહેર જનતાને તેના શેર ઓફર કરે છે, ત્યારે તેને IPO કહેવામાં આવે છે. સમજો કે દેશની તમામ ખાનગી કંપનીઓ અલગ અલગ વિભાગમાં કામ કરે છે. જ્યારે આ કંપનીઓને ફંડની જરૂર હોય છે, ત્યારે તેઓ પોતાને શેરબજારમાં લિસ્ટેડ કરે છે અને તેમનો શ્રેષ્ઠ માર્ગ IPO છે. IPO બહાર પાડ્યા પછી, કંપની શેરબજારમાં લિસ્ટેડ થાય છે. આ પછી રોકાણકારો તેના શેર ખરીદી અને વેચી શકે છે.
IPO ખરીદનારા વ્યક્તનો કંપનીમાં ભાગ હોય છે
જે લોકો કંપનીનો IPO ખરીદે છે તે લોકોને કંપનીમાં ભાગ મળે છે અને ફંડ કંપની પાસે એકત્ર થાય છે. જો સાદા શબ્દોમાં સમજીએ તો, IPO લીધા પછી તે કંપની ચલાવનાર માત્ર માલિક અથવા પરિવાર જ નથી, પરંતુ તે બધા રોકાણકારો પણ તેમાં સાથે જોડેલ છે, જેમના પૈસા તેના શેરમાં રોકાણ કરવામાં આવે છે. કંપની તેની કંપનીની પ્રગતિ અને અન્ય તમામ કામો માટે રોકાણકારો પાસેથી મળેલ ફંડનો ખર્ચ કરી શકે છે.
IPO માં કેવી રીતે રોકાણ કરવું?
IPOમાં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. તમે કોઈપણ બ્રોકિંગ ફર્મમાં ડીમેટ ખાતું ખોલાવી શકો છો. IPO જાહેર કરનાર કંપની તેનો IPO રોકાણકારો માટે 3-10 દિવસ માટે ખોલે છે. તે દિવસોમાં રોકાણકારો કંપનીની સાઈટ પર જઈને અથવા બ્રોકરેજ ફર્મની મદદથી IPO માં રોકાણ કરી શકે છે.
અન્ય માહિતી
IPO વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.