ઇ-શ્રમ કાર્ડ શું છે? કઇ રીતે મળશે ₹2 લાખનો વીમો બિલકુલ મફતમાં

ભારત સરકાર એ દેશનાં તમામ નાના અને ગરીબ કામદારો માટે ઇ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી તમામ કામદારોનો સર્વાંગી વકાસ થાય તે માટેના સરકાર પ્રયત્નો કરી રહી છે. આ ઇ-શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવું અને તેના ફાયદા જણાવીશું

ઇ-શ્રમ કાર્ડ શું છે?

ભારત સરકાર દ્વારા ઇ-શ્રમ કાર્ડ યોજના ચલાવવામાં આવે છે. જેમાં આપણા દેશનાં તમામ અસંગઠિત કામદારોની તમામ માહિતી એકઠી કરવાનો મુખ્ય હેતુ છે. રાષ્ટ્રીય ડેટાબેઝ (National Database of Uncategorized Workers) નો મુખ્ય ભાગ છે. તમામ કામદારોનાં ડેટા લીધા પછી તેમને શું શું લાભ આપવા અને ભવિષ્યમા તે લક્ષમાં રાખી ને કઈ-કઈ યોજનાઓ અમલમા લાવવી તે પણ કેન્દ્ર સરકાર નો હેતુ છે. અને પછી આ યોજના રાજ્ય સરકાર ની હસ્તક કરી દેવામાં આવશે. એટલે કે રાજ્ય સરકાર તેનું તમામ કામ કરશે.

અસંગઠિત ક્ષેત્રમાં કયા કામદારો આવે?

અસંગઠિત ક્ષેત્રમાં આવતા કામદારોના કેટલાક ઉદાહરણો નીચે આપેલ છે:

 • નાના ખેડૂતો
 • ખેત મજૂરી કરતા મજૂરો
 • બીડી બાંધવા નો વ્યવસાય કરતા મજૂરો
 • શેરી પાક કરતા કામદારો
 • માછીમારી કરતા મજૂરો
 • લેવલીંગ અને પેલિંગ નાં કામદારો
 • ચામડા નાં કામદારો
 • પશુપાલન વ્યવસાય નાં મજૂરો
 • વણકરો
 • અગર નું કામ કરનાર કામદારો
 • ઈંટ નાં ભઠ્ઠા નાં કામદારો
 • પથ્થર ની ખાણ નાં કામદારો
 • કાપડ ની મિલ નાં કામદારો
 • છૂટક મજૂરી કરતા મજૂરો
 • યાર્ડ માં કામ કરતા મજૂરો
 • આશા વર્કર
 • રિક્ષા ચાલકો
 • ઓટો ડ્રાઈવર
 • વાળંદ નું કામ કરતા કામદારો
 • સુથાર રેશમ ખેતી કામદારો
 • હાઉસ મેઇડ્સ
 • સ્ટ્રીટ વેન્ડર્સ

ઇ-શ્રમ કાર્ડના શું ફાયદા છે?

ઇ-શ્રમ કાર્ડના કેટલાક ફાયદા નીચે મુજબ આપવામા આવેલ છે:

 1. આ યોજના માં national database of uncategorized workers ડેટા બેઝ પર સામાજિક સુરક્ષા યોજનાઓ મંત્રાલયો/ સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે.
 2. આવા મજૂરો/કામદારો નાં “bhim” યોજના સૂરક્ષા નું કવચ આપવામાં આવશે.
 3. આ ડેટા બેઝ મા નોંધાયેલ કામદારો ને પ્રધાનમંત્રી સુરક્ષા bhim યોજનાનો લાભ લઈ શકે છે અને registration પછી તેઓને 1 વર્ષ માટે પ્રીમિયમ ચુકવણી પણ માફ કરવામાં આવશે.
 4. આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય.
 5. આંશિક અપંગતા વાળા કિસ્સા માં એક વર્ષ માટે 1 લાખ ની સહાય આપવામાં આવશે.

ઇ-શ્રમ કાર્ડ માટે પાત્રતા

ઇ-શ્રમ કાર્ડ માટે પાત્રતા નીચે મુજબ હોવી જોઇએ:

 • અરજદાર ની ઉંમર 16 થી 59 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
 • અરજદાર ભારતદેશ નાં વતની હોવા જોઈએ.
 • અરજદાર EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ.
 • અરજદાર Incame Tax ભરતા હોવા નાં જોઈએ.
 • અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં મા મજૂરી/કામ કરતો હોવો જોઇએ.

ઇ-શ્રમ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ

ઇ-શ્રમ કાર્ડ યોજના માટે નીચે મુજબ ડોક્યુમેન્ટ જોવા જોઈએ:

 1. આધારકાર્ડ
 2. ચૂંટણી કાર્ડ
 3. રેશનિંગ કાર્ડ
 4. વિજળી બિલ ની નકલ
 5. મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિંક કરેલ હોઈ તે.
 6. બેન્ક પાસ બુક ની નકલ

ઇ-શ્રમ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

ઇ-શ્રમ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા અહી આપેલ સ્ટેપ અનુસરો.

 1. સૌથી પહેલાતમે ઇ-શ્રમ કાર્ડ પોર્ટલ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
 2. ત્યાર બાદ, રજિસ્ટ્રેશન માટે તમામ વિગતો દાખલ કરો.
 3. બધી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરી પછી Save & Continue બટન પર ક્લિક કરો.
 4. ત્યાં તમામ માહિતી સાચી ભરવાની રહેશે અને ત્યાર બાદ સંપૂર્ણ અરજી ને સમજી વિચારી ને સફળતા પુર્વક “Sabmit” કરવાની રહેશે.

હેલ્પ લાઇન નંબર

 • 14434/155372

અન્ય માહિતી

ઇ-શ્રમ કાર્ડ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

2 thoughts on “ઇ-શ્રમ કાર્ડ શું છે? કઇ રીતે મળશે ₹2 લાખનો વીમો બિલકુલ મફતમાં”

Leave a Comment