RC બુકમાં ટ્રાન્સફર તેમજ અન્ય માહિતી ચેન્જ કરો ઓનલાઇન

સરકારી કામ હોય ને એટલે તમને એક જ વિચાર આવે કે ઓછા ધકે કામ થઈ જાય તો સારું. આ છે ડિજિટલ ઇન્ડિયા એટલા મોટા ભાગના કામ ઓનલાઇન થઈ જતાં હોય છે, એમા જો તમારે RC (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ) બુક માં કઇ ચેન્જ કરવું હોય કે ઓનર નું નામ ચેન્જ કરવું હોય તો હવે ધકા ખાવાની જરૂર નથી, બધું જ થઈ જશે ઘરે બેઠા ઓનલાઈન ચેન્જ. કઇ રીતે ઓનલાઇન અરજી કરવી તે અમે તમને જણાવીશું

RC બુક માં ચેન્જ કરવા ઓનલાઇન અરજી કઇ રીતે કરવી?

  1. સૌથી પહેલાં vahan.parivahan.gov.in પર જાઓ
  2. પછી, તમે Online Services માં જાઓ
  3. ત્યાં Vehicle Related Services પર ક્લિક કરો અથવા અહીં ક્લિક કરો
  4. ત્યાર બાદ તમે રાજ્ય સિલેક્ટ કરો.
  5. એન્ટર Registration number અને RTO સિલેક્ટ કરો અને પ્રોસિડ બટન પર ક્લિક કરો.
  6. જો તમારે અન્ય રાજ્ય ની RC નું ગુજરાતમાં અથવા ગુજરાત ની RC અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવું છે તો તમારે NOC લેવી પડશે, તેના માટે NOC પર ક્લિક કરો
  7. પછી RC નંબર અને ચેસી નંબર એન્ટર કરો એટલે તમારો મોબાઈલ નંબર દાખલ કરો પછી OTP દાખલ કરી ને સબમિટ કરો.
  8. ત્યાં જે રાજ્યનું RC છે તે સિલેક્ટ કરો અને જે રાજ્ય માં બદલવું છે તે સિલેક્ટ કરો, પછી નીચે ₹.200 ફી ભરો.
  9. બસ! તમારી NOCની અરજી સ્વીકારી લેવાશે, પછી તમે RC ટ્રાન્સફર ની પ્રક્રિયા આગળ વધારી શકાશે.
    પછી તમે વાહન ની ઓનરશિપ, એડ્રેસ કે ગમે તે ચેન્જ કરી શકો છો.
  10. વાહન ની ઓનરશિપ કરવા ચાર ઓપ્શન મળશે જેમાં ફી પણ અલગ અલગ ભરવા ની રહેશે.
  11. છેલ્લે તમને તારીખ આપવામાં આવશે તે તારીખ ના બધા જ ડોક્યુમન્ટ લઈ ને RTO જવાનું રહેશે.

કયા ડોક્યુમેન્ટ જોઈએ ?

RC માં ચેન્જ કરવા માટે RTO માં કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા તે નીચે મુજબ આપેલ છે:

  • ફી રિસિબ અને અરજી ફોર્મ નો નંબર
  • PUC (પોલીસને અંડર કંટ્રોલ સર્ટિફિકેટ)
  • RC (ઓરીજનલ સ્માર્ટ કાર્ડ)
  • ઇન્સ્યોરન્સ ડોક્યુમેન્ટ
  • ચેસિ નો નંબર 3 પાના માં રાખવા નો
  • વાહન નું બિલ (વાહન ખરીદ્યું હોય તે પાવતી)
  • તામરું પ્રુફ અને એડ્રેસ પ્રૂફ (આધાર કાર્ડ)
  • 4 પાસપોર્ટ સાઇઝ ફોટો ગ્રાફ
  • 3 લોકો ની NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) જોઈએ
    • NCRB (​​નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)
    • ટ્રાફિક પોલીસ
    • ફાઇનાન્સર તરફથી NOC જો લોન કરેલ હોય તો.

ઉપર જણાવ્યા મુજબ RC બુક વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment

error: Content is protected !!