લોન ન ભરી શકો તેવા સંજોગોમાં તમારા આ હક ખાસ જાણી લેજો, નહીંતર થશે પસ્તાવો

નોકરી કે પછી ધંધામાં સફળતા મેળવવા માટે આપણે લોન લઈએ છીએ, પણ જો સફળતા ના મળે તો લોન ના હપ્તા ભરવામાં મુશ્કેલી પડે છે. અને જો લોન ન ભરી શકીએ તો લોન રિકવરી એજન્ટ આપણને એટલો બધો ત્રાસ આપે છે ને કે આપણે માનસિક રીતે અસ્થિર થઈ જઈએ છીએ. પણ જો આપણે લોન લીધી છે અને લોન નથી ચૂકવી શકતા તો આપણા દેશના કાયદા આપણને ઘણા બધા હક આપે છે, એ હક ની સંપૂર્ણ માહિતી અમે આ આર્ટિકલમાં આપેલી છે.

લોન ડિફોલ્ટર્સના અધિકારો

બેંક લોન ન ભરવા પર મળતા હક નીચે મુજબ આપેલ છે:

નોટિસનો અધિકાર :

  • 90 દિવસ સુધી આપણે હપ્તા નથી ભરતા તો NPA કલાસીફઈડ થઈશું (NPA એટલે જ્યાંથી આપણે લોન લીધી છે તે બેંક ના ચોપડે NPA ગણવા માં આવશે)
    • NPA માં દાખલ થયા પછી, બેંક આપણને નોટિસ આપશે, નોટિસ આપ્યા પછી સંપૂર્ણ રકમ ભરવા માટે 60 દિવસ નો સમય મળશે.
    • આમ, લોન ભરવા માટે 90 દિવસ + 60 દિવસ એટલે કે કુલ 150 દિવસ સુધીનો સમય મળે છે.

યોગ્ય રીતે સારવાર કરવાનો અધિકાર :

  • લોન રિકવરી કરવા માટે બેંક દ્વારા એજન્ટ રાખેલ હોય છે, જે તમને લોન ભરવા માટે કોલ કરે છે, ઘણી વખત એવું બને છે કે એજન્ટ કોલ માં સારી રીતે વ્યવહાર ન કરે અથવા ધમકી આપે છે, આ બધું એજન્ટ ના કરી શકે કેમ કે બેંકના નિયમ RBI ની ગાઇડલાઈન દ્વારા કરવામાં આવે છે.
  • જેમ કે;
    • બેંક એજન્ટ 07 AM થી 07 PM સુધી જ કોલ કરી શકે છે.
    • બેંક એજન્ટ પૂછ્યા વગર ઘર કે ઓફિસ માં ના આવી શકે.
    • બેંક એજન્ટ ખરાબ વર્તન, ધમકી કે દૂર વ્યવહાર ન કરી શકે. (જો આવું કરે તો બેંક માં જાણ કરી શકીએ અને બેંક એ આપણી ફરિયાદ ખુબ જ ધ્યાન પૂર્વક લેવી જોઈએ)

વાજબી મૂલ્યનો અધિકાર :

  • તમે લોન ન ભરી શકો ત્યારે બેંક તમારી સંપતિ ની હરાજી (નિલામી) કરે તેમાં તમને મળેલ લોન કરતાં નિલામી માં રકમ ઓછી છે તો તમે બેંકને જણાવી શકો છે જેથી, તમારી સંપતિ ની રકમ બેંક ને મળી શકે.

બેલેન્સ રકમનો અધિકાર :

  • તમારી સંપતિ ની નિલામી કર્યા પછી, બેંક ની લોન રકમ ભરતા જો બેંક પાસે પૈસા વધે છે તો બેંક એ વધારા ના પૈસા તમને આપવા નો ફરજિયાત હક બને છે.

સાંભળવાનો અધિકાર :

  • બેંક દ્વારા લોનમાં કઈક ભૂલ ચૂક થઈ હોય તો બેંક મેનેજર તમારી વાત સાંભળે અથવા તમારી સાથે શાંતિ થી વાત ચિત કરે છે. અને તમને 150 દિવસ નો સમય પણ આપે છે, જો સમય ના આપે તો 7 દિવસ ની અંદર લોન ભરવાની નોટિસ પણ આપી શકે છે.

ઉપર જણાવ્યા મુજબ લોન ડિફોલ્ટર્સના અધિકારો વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

2 thoughts on “લોન ન ભરી શકો તેવા સંજોગોમાં તમારા આ હક ખાસ જાણી લેજો, નહીંતર થશે પસ્તાવો”

  1. ઉપર જણાવેલ માહિતી તો સાચી છે પણ બેંક લોન ચુકવણી માટે ના હપ્તા ભરવાં ની સમય તારીખ માં ચૂક થાય તો વધારા ના ચાર્જ તથા ટેક્સ પણ લગાવે છો તેના અંગે કોઈ માહિતી મળે તો બહુ સારું

    Reply
    • વધુ માહિતી માટે જ્યાંથી લોન લીધેલ છે ત્યાં સંપર્ક કરવો

      Reply

Leave a Comment