લાભાર્થી બેંકેબલ યોજના હેઠળ આદિજાતિના નાના વેપારીઓ ની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના નાના વેપારીઓને વ્યવસાયનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય ₹ 10 લાખ આપવાથી જીવન ધોરણ ઉંચું લાવી શકે. અને પગભર થઇ શકે તે માટે સરકારે આ યોજના શરૂ કરી છે.
લાભાર્થી બેંકેબલ યોજનાનો લાભ કોણ લઈ શકે?
લાભાર્થી બેંકેબલ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ:
- અરજદાર આદિજાતિનો હોવો જોઇએ.અને નાના વ્યવસાયકાર હોવા જોઇએ.
- અરજદારને એક જ સ્થળે અથવા વ્યવસાયના હેતુમાટે લોન સહાય મળી શકશે.
- અરજદારની કૌટુમ્બિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦ થી વધતી ન હોય તેવાને આ યોજનાનો લાભ મળશે.
લાભાર્થી બેંકેબલ યોજના માં લાભાર્થીને કેટલો લાભ મળશે?
- આ યોજનામાં લાભાર્થીને લોન લે અને ૪ ટકા વ્યાજ વ્યકિત ભોગવે. વધુમાં વધુ રૂ.૧૦ લાખની લોન ઉપર ૪ ટકા ઉપરના વ્યાજની સહાય રૂ.૧૫૦૦૦/-, શહેરી
- વિસ્તાર માટે રૂ.૧૦.૦૦ લાખની અને અન્ય વિસ્તાર માટે રૂ.૫.૦૦ લાખ ની મર્યાદામાં લોન આપવામાં આવે છે.
લાભાર્થી ફાળો
- આ યોજનામાં લાભાર્થી ફાળો ભરવાનો રહેતો નથી
લાભાર્થી બેંકેબલ યોજના માં વ્યાજનો દર કેટલો છે?
લાભાર્થી બેંકેબલ યોજના હેઠળ લોન લે અને ૪ ટકા વ્યાજ વ્યકિત ભોગવે.
લાભાર્થી બેંકેબલ યોજના માં લોન પરત કરવાનો સમય ગાળો કેટલો આપવામાં આવે છે?
- લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.
લાભાર્થી બેંકેબલ યોજના માં અરજી ફોર્મ કોના દ્વારા મોકલવી?
- બાજપેયી બેન્કેબલ યોજના હોઇ બેન્કો ધ્વારા અમલમાં આવશે.
લાભાર્થી બેંકેબલ યોજના નું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?
- ગુજરાત આદજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https://adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.
ઉપર જણાવેલ માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવવું.
Aadijati ma kon aawe ? Open categery vala vepari no ema samavesh thay che ?
આદિજાતિ એટલે કે ST જેમાં ભીલ, આદિવાસી લોકોનો સમાવેશ થાય છે.