મધ્યમ વર્ગના લોકોને મકાન બનાવવા સરકાર આપશે ₹ 1,20,000. જાણો સંપૂર્ણ માહિતી

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી મુક્ત જાતિના લોકોને ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં પોતાની માલિકીના પ્લોટ પર ઘર બાંધવા માટે સરકારે પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરી છે. શહેરો અને ગામડાઓમાં રહેવાની મુશ્કેલીઓ દૂર કરવા માટે ₹ 1,20,000 ની રોકડ સહાય પૂરી પાડવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાનો સમયગાળો 2 વર્ષ છે.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે?

ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા માટીનું ઘર છે અને તે જર્જરિત હાલતમાં છે. ગુજરાત સરકાર આ ગરીબ લાભાર્થીને નવું પાકું મકાન બનાવવા માટે ₹ 1,20,000 ની રોકડ આર્થિક સહાય આપશે.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

  • આ યોજના માં લાભાર્થી રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
  • લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
  • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
  • લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
  • બી.પી.એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે

દિન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના માં કેટલો લાભ મળશે?

દિન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના માં લાભાર્થીઓને કુલ 1 લાખ 20 હજારની સહાય મળશે.

  1. પ્રથમ હપ્તો ₹ 40,000 હશે. જે લાભાર્થીને ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
  2. બીજો હપ્તો ₹ 60,000 આપવામાં આવશે. ઘરના હપ્તા લેટર લેવલ પર પહોંચતાની સાથે જ આ હપ્તો મળી જશે.
  3. ત્રીજો અને અંતિમ હપ્તો ₹ 20,000 આપવામાં આવશે. આ હપ્તાની રકમ લાભાર્થીને આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં ડોક્યુમેંટ શું જોઈએ?

  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.)
  • અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં ફોર્મ કઇ રીતે ભરવું?

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

  1. સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે.
  3. સિટીઝન લોગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારો યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  4. હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
  5. આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો. અને ફોર્મ ભરી શકો છો.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે અગત્યની લિંક

દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી પત્રક અહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/

આ યોજના વિશે કોઈ મુંજવણ હોય તો Comment મા જણાવો

Leave a Comment