UIDAI ની ઓફિસિયલ વેબસાઈટ માં આધાર કાર્ડ માં સરનામું બદલવા માંટે એક નવી સેવા ચાલુ દેવામાં આવી છે, આ સુવિધાથી ભારતમાં નાગરિકો તેમના આધાર કાર્ડ નું સરનામું જાતે જ બદલાવી શકે છે. અમે તમે આધાર કાર્ડ માં સરનામું કેવી રીતે બદલવું તે સમગ્ર પ્રક્રિયા જણાવીશું.
આધાર કાર્ડ માં સરનામું કેવી રીતે બદલવું?
આધાર કાર્ડ માં તમારું સરનામું ચેન્જ કરવા માટે નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરો;
- UIDAI ની ઓફિસિયલ વેબસાઇટ જાઓ.
- ‘My Aadhaar‘ પર ક્લિક કરો,
- ‘update your Aadhaar‘ પર શોધખોળ કરો અને ‘Update Demographics Data Online‘ પર ક્લિક કરો.
- ‘આધાર અપડેટ કરવા આગળ વધો‘ પર ક્લિક કરો
- ક્લિક કર્યા પછી, એક નવું પૃષ્ઠ દેખાશે, તમારો 12-અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
- ‘ઓટીપી મોકલો‘ પર ક્લિક કરો, પાસવર્ડ દાખલ કરો (પાસવર્ડ માત્ર 10 મિનિટ માટે માન્ય રહેશે)
- ‘લોગિન‘ પર ક્લિક કરો અને ‘ડેમોગ્રાફિક્સ ડેટા અપડેટ કરો‘ સાથે આગળ વધો
- સરનામું પસંદ કરો અને પછી ‘પ્રોસીડ‘ પર ક્લિક કરો
- આગળ વધતા પહેલા નિયમો અને શરતો પેજને ધ્યાનથી વાંચો
- ફોર્મ ભરો,જરૂરી પુરાવા અપલોડ કરો, ફોર્મનું પૂર્વાવલોકન કરો અને તેને સબમિટ કરો
- બસ! આધાર અપડેટ સફળતાપૂર્વક વિનંતી સ્વીકારવામાં આવશે અને વિનંતી સામે 14-અંકનો URN જનરેટ કરવામાં આવશે
નોધ : URN નો ઉપયોગ આધાર એડ્રેસ અપડેટની સ્થિતિ તપાસવા માટે કરી શકાય છે.
આધાર કાર્ડ સ્ટેટસ અપડેટ કેવી રીતે ચેક કરવું?
આધાર સરનામું અપડેટ માટે ફોર્મ સબમિટ કર્યા પછી, અરજદાર UIDAI વેબસાઇટ પર આધાર કાર્ડની સ્થિતિ ચેક કરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો:
- UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- ‘માય આધાર‘ પર ક્લિક કરીને ‘તમારો આધાર અપડેટ કરો‘ પર ક્લિક કરો અને ‘ચેક ઓનલાઈન ડેમોગ્રાફિક્સ અપડેટ સ્ટેટસ‘ પર ક્લિક કરો.
- 12-અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો
- આધાર સ્ટેટસ અપડેટ ચેક કરવા માટે OTP દાખલ કરો
અન્ય માહિતી
આધાર કાર્ડ માં સરનામું બદલવા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.