Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

માસ્ક આધાર કાર્ડ શું છે અને માસ્ક આધાર કેવી રીતે ડાઉનલોડ કરવું?

જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે ડોક્યુમેન્ટ માંગે છે, ત્યારે તમે સૌથી પહેલા આધાર કાર્ડ આપો છો. તમારો મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગતો કે પાન કાર્ડ જેવી માહિતી કોઈને આપતા પહેલા તેમ કાળજીપૂર્વક વિચારો છો, પણ આ બધા સાથે જોડાયેલ આધાર કાર્ડ આપતી વખતે એક સેકન્ડ માટે પણ વિચારતા નથી. મોબાઈલ નંબરની જેમ પાન કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ નંબર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારો આધાર કાર્ડ નંબર કે આધાર કાર્ડ કોઈને પણ આપવું સલામત નથી.

હવે તમારા મનમાં પ્રશ્ન અવશ્ય થતો હશે કે આધારકાર્ડ ના આપીએ તો બીજું શું આપવું!? તો તમારા પ્રશ્નનો ઉકેલ છે “માસ્ક આધાર કાર્ડ”.

માસ્ક આધાર કાર્ડ શું છે?

માસ્ક્ડ આધાર કાર્ડ એ UIDAI દ્વારા નવી સેવા શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વારા આધાર કાર્ડ ધારક પોતાનું આધાર કાર્ડ સલામત રાખી શકશે. 

માસ્ક કરેલ આધાર કાર્ડ તમારા આધાર કાર્ડ નંબરને છુપાવશે, ફક્ત છેલ્લા 4 અંકો જ દેખાશે. જેમ કે, XXXX-XXXX-1298. જ્યારે તમારે પુરાવા તરીકે આધાર કાર્ડ આપવાનુ હોય ત્યારે તમે માસ્ક કરેલ આધાર કાર્ડ આપી શકો છો, જે દરેક જગ્યાએ માન્ય છે. ઓનલાઈન kyc કરવા માટે તમે આધાર કાર્ડ નંબરને બદલે VID નંબર આપી શકો છો.

માસ્ક આધાર કેવી રીતે ડાઉનલોડ કરવું?

માસ્ક કરેલ આધારકાર્ડ ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ છે, નીચેના સ્ટેપ અનુસરી તમે સરળતાથી માસ્ક આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો:

  1. સૌથી પહેલા આધારકાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. ત્યારબાદ, Download Aadharcard પર ક્લિક કરી તમારો 12 અંકનો આધારકાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખો.
  3. તમારા આધારકાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર 6 અંકનો OTP આવશે.
  4. OTP દાખલ કરતાં પહેલા Do you want a masked Aadhaar? ઓપ્શન ને ટીક કરો.
  5. હવે, OTP દાખલ કરી Verify & Download પર ક્લિક કરો.
  6. બસ! તમારું માસ્ક આધારકાર્ડ PDF સ્વરૂપે ડાઉનલોડ થઇ જશે.

નોધ : આ PDF ને ખોલશો ત્યારે Password માંગશે, જેમાં તમારા નામ ના પ્રથમ 4 અક્ષર અંગ્રેજીમાં (કેપિટલ) અને તમારા જન્મનું વર્ષ લખો. (જેમ કે, તમારું નામ Ramesh છે અને જન્મનું વર્ષ 1998 છે તો તમારો પાસવર્ડ RAME1998 થશે.)

આધારકાર્ડનો VID નંબર કઈ રીતે મેળવવો?

ઓનલાઇન આધારકાર્ડ નંબર ની જગ્યાએ VID નંબર આપી શકાય છે. જો તમારી પાસે VID નંબર ન હોય તો નીચે આપેલ સ્ટેપને અનુસરો:

  1. સૌપ્રથમ આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 
  2. ત્યારબાદ VID Generator પર ક્લિક કરો,
  3. ત્યારબાદ આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખો.
  4. Send OTP બટન પર ક્લિક કરો અને તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
  5. બસ! તમારી સામે 16 અંકનો VID નંબર આવી જશે, જેને સાચવી રાખો.

સાદા આધારકાર્ડ અને માસ્ક કરેલ આધારકાર્ડ વચ્ચે શું તફાવત છે?

  • સાદા આધારકાર્ડ અને માસ્કડ આધારકાર્ડ વચ્ચે કંઈ ખાસ ફરક નથી. માસ્ક આધારકાર્ડમાં તમારો આધારકાર્ડ નંબર છુપાયેલો હોય છે. જેથી તમે તમારા આધારકાર્ડને વધારે સુરક્ષિત અને સલામત રાખી શકો છો.
  • માસ્ક આધારકાર્ડ કાગળ કે પ્લાસ્ટિક પર પ્રિન્ટ કરવામાં આવતું નથી. તમે તેને માત્ર PDF સ્વરૂપે સાચવી શકો છો.

માસ્કડ આધારકાર્ડનો ઉપયોગ ક્યાં-ક્યાં કરી શકાય?

  • માસ્કડ આધારકાર્ડનો ઉપયોગ હોટલ કે કોઈ પ્રાઇવેટ જગ્યાએ ડોક્યુમેન્ટ તરીકે આપી શકાય છે, જે માન્ય ગણાશે.
  • પરંતુ સરકારની યોજનાઓ, LPG કલેક્શન કે સરકારી કામ માટે માસ્કડ આધારકાર્ડ નો ઉપયોગ કરી શકાશે નહીં.

અન્ય માહિતી

માસ્ક આધાર કાર્ડ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment