ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું છે અને નંબર પણ નથી તો આ રીતે મેળવો

શું તમને ખબર છે આપણું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું હોય અને આપણે બીજા ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવી હોય તો એના માટે આપણો ડ્રાઇવિંગ લાઇસન્સ નો નંબર લખવો પડે છે. હવે એ નંબર પણ નથી અને આપણા જુના ડ્રાઇવિંગ લાઇસન્સ ની એક પણ કોપી નથી રાખી તો એવા સંજોગોમાં શું કરવાનું! જો તમે જાણવા માંગતા હોય ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ ની ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે થઈ શકે અને સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ નો નંબર કેવી રીતે શોધવો તે પણ અમે તમને આર્ટિકલ માં સંપૂર્ણ જણાવીશું

સૌથી પહેલા અને તમને જણાવીશું કે ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈએ;

ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ

ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ હોવા જોઈએ:

  • FIR કોપી (ફરિયાદ નોંધાવી ફરજીયાત છે)
  • સરનામાનો પુરાવો (કોઈ પણ એક)
    • વીજળી બિલ
    • બેંક સ્ટેટમેન્ટ
    • આધાર કાર્ડ
    • ચુંટણી કાર્ડ

ફી: ₹૨૫૦/-

ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર કઇ રીતે શોધવો?

  1. સૌપ્રથમ તમે સારથી પરિવહન વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  2. ત્યાં, તમારા રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે
  3. જેમાં તમે ડાબી બાજુએ apply online પર ક્લિક કરો
  4. ત્યાં find application number ઓપ્શન પર ક્લિક કરો. અથવા અહી ક્લિક કરો 
  5. પછી, તમારે રાજ્ય અને RTO સિલેક્ટ કરવાનું રહેશે.
  6. ત્યાર બાદ તમારું નામ અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
  7. પછી કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમે કરેલ એપ્લિકેશન તારીખ સાથે ત્યાં બતાવશે અને કોઈપણ એપ્લિકેશન આગળ get detail બટન પર ક્લિક કરો.
  8. ત્યાં OTP દાખલ કરશો એટલે reference licence number માં તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દેખાશે.

હવે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર જોયા પછી ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી તે જાણીશું;

ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સની ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો;

  1. આપણે ફરીથી સારથી પરિવહન વેબસાઇટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 
  2. પછી, તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને પ્રોસિડ બટન પર ક્લિક કરો
  3. પછી તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની ડિટેલ ત્યાં આવી જશે તે ચેક કરીને કન્ફર્મ બટન પર ક્લિક કરો
  4. ત્યાં તમારા જે નંબર પર અરજી કરવાની છે તે મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી એન્ટર કરીને next કરો
  5. પછી Issue of duplicate DL સિલેક્ટ કરીને પ્રોસીડ બટન પર ક્લિક કરો
  6. ત્યાં ડુબલીકેટ લાયસન્સ માટે કારણ લખવાનું રહેશે. અને તમે acknowledgement print અને ફોર્મ ની પ્રિન્ટ પણ કાઢી શકશો.
  7. બસ! આ બંને પ્રિન્ટ લઈને તમારે ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે RTO જવાનું રહેશે.

આ ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

1 thought on “ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું છે અને નંબર પણ નથી તો આ રીતે મેળવો”

Leave a Comment

error: Content is protected !!