આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ કેવી રીતે લિંક કરવું?

ભારતના ચૂંટણી કમિશન દ્વારા આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ એક મતદાર એકથી વધુ મત વિસ્તારમાં ચૂંટણી કાર્ડ ન ધરાવતો હોય તેની ઓળખ કરવાનો અને મતદાર યાદીમાં મતદારોના નવા પ્રવેશને પ્રમાણિત કરવાનો છે. આધાર કાર્ડ સાથે પાનકાર્ડ, રેશનકાર્ડ, મોબાઈલ નંબર વગેરે લિંક કરવાના શરૂ કરી દીધા છે. હવે ભારત સરકારે ચુંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ કેવી રીતે લિંક કરવું?

તમારા આધાર કાર્ડ સાથે ચૂંટણીને લિંક કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. નીચે આપેલા સ્ટેપ અનુસરો;

  1. સૌથી પહેલા તમારા Android કે iphone પર Voter Helpline એપ ડાઉનલોડ કરો: Android | iPhone
  2. Voter helpline એપ ખોલો અને તમારી ભાષા પસંદ કરો.
  3. ત્યારબાદ Explore બટન પર ક્લિક કરો અને Voter Service માંથી Electrol Authentication Form (Form 6B) ઓપ્સન પર ક્લિક કરો.
  4. હવે, Lets Start પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખો અને OTP વેરિફાય કરો.
  5. ત્યારબાદ, તમારો EPIC નંબર (ચૂંટણી કાર્ડ નંબર) દાખલ કરો અને તમારું રાજ્ય પસંદ કરો.
  6. Fetch Details પર ક્લિક કરો અને તમારી વિગતો સાચી હોય તો Proceed બટન પર ક્લિક કરો.
  7. આગળના પેજ પર તમારો આધારકાર્ડ નંબર, નામ અને Email દાખલ કરો, પછી Proceed બટન પર ક્લિક કરો.
  8. બસ, તમારું આધારકાર્ડ ચૂંટણી કાર્ડ સાથે સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે. તમારી સામે Reference ID પણ જોવા મળશે.

અન્ય માહિતી

આધારકાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment

error: Content is protected !!