Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

આધાર કાર્ડ માં ફોટો કેવી રીતે બદલવો?, જાણો સંપૂર્ણ પ્રકિયા

આધારકાર્ડ એ UIDAI દ્વારા ભારતના બધા લોકો માટે ફરજિયાત પુરાવો આપવામાં આવ્યો છે. આ એક પુરાવો છે જે ઓળખકાર્ડ માટે વપરાય છે. આધાર કાર્ડ વ્યક્તિની બાયોમેટ્રિક, ફોટો અને અન્ય માહિતીથી બનેલું છે.

આધાર કાર્ડ માં મોટાભાગના ફેરફારો તમે જાતે ઓનલાઈન સુધારી કે અપડેટ કરી શકો છો, પણ આધાર કાર્ડ માં ફોટો બદલવા માટે ફક્ત પ્રમાણિત આધાર સેવા કેન્દ્રોમાં જઈને બદલી શકાય છે.

આધાર કાર્ડ માં ફોટો કેવી રીતે બદલવો?

તમારા આધાર કાર્ડ માં ફોટો બદલવા માટે નીચે આપેલ સ્ટેપ ધ્યાનથી અનુસરો.

  1. આધાર કાર્ડ ની UIDAI વેબસાઇટ પરથી આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરો અને તેમાં જરૂરી તમામ માહિતી ભરવાની રહેશે.
  2. ત્યાર પછી, આધાર સેવા કેન્દ્ર પર જાઓ અને આધાર સંચાલકને આધાર નોંધણી ફોર્મ આપો.
  3. આધાર નોંધણી ફોર્મ આપ્યા પછી બાયોમેટ્રિક માહિતી સબમિટ કરો.
  4. આધાર સંચાલક દ્વારા તમારો ફોટો પણ લેવામાં આવશે.
  5. આધાર સંચાલકને તેમની તમામ વિગતો અપડેટ કરવા માટે તમારે ૧૦૦ રૂપિયા ફી ચૂકવવી પડશે.
  6. આ તમામ પુરાવા સબમિટ કર્યા પછી, તમને એક સ્વીકૃતિ સ્લિપ મળશે જેમાં URN નંબર પણ હશે.
  7. આધાર કાર્ડની સ્થિતિને ટ્રૅક કરવા માટે URN નંબરનો ઉપયોગ કરી શકાય છે.

ફોટો બદલ્યા પછી આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?

ફોટો બદલ્યા પછી આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે નીચેના પગલાંઓ અનુસરો:

  1. UIDAI ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહીં કલીક કરો
  2. ત્યાં, આધાર નંબર અથવા એનરોલમેન્ટ નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી દાખલ કરો.
  3. પછી સુરક્ષા(કેપ્ચા) કોડ દાખલ કરો અને Send OTP બટન પર ક્લિક કરો
  4. હવે OTP દાખલ કરો જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે
  5. ‘ટેક અ ક્વિક સર્વે’ પૂર્ણ કરો અને પછી ઈ-આધાર કાર્ડ ઓનલાઈન ‘વેરીફાઈ અને ડાઉનલોડ’ પર ક્લિક કરો.

આધાર કાર્ડ ફોટો બદલવા માટે મહત્વપૂર્ણ બાબતો

આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો નીચે આપેલ છે:

  • આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે કોઈ પુરાવાની જરૂર નથી
  • આધાર કાર્ડ પરનો ફોટો ઓનલાઈન બદલી શકાતો નથી. આધાર સેવા કેન્દ્રમાં હાજર આધાર સંચાલક તમારો ફોટોગ્રાફ લેશે અને સ્થળ પર જ આધાર કાર્ડ અપડેટ કરશે.
  • આધાર કાર્ડની માહિતી ઓનલાઇન અપડેટ 90 દિવસ અંદર થઈ જાય છે.
  • URN નંબરનો ઉપયોગ આધાર અપડેટની સ્થિતિ ઓનલાઈન તપાસવા માટે કરી શકાય છે

અન્ય માહિતી

આધાર કાર્ડ માં ફોટો બદલવા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment